અમરેલી : ધારણા પર એકલા બેઠેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ટીંગા ટોળી કરી અટકાયત કરતી પોલીસ

12 July 2020 04:39 PM
Amreli Politics Saurashtra
  • અમરેલી : ધારણા પર એકલા બેઠેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ટીંગા ટોળી કરી અટકાયત કરતી પોલીસ
  • અમરેલી : ધારણા પર એકલા બેઠેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ટીંગા ટોળી કરી અટકાયત કરતી પોલીસ
  • અમરેલી : ધારણા પર એકલા બેઠેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ટીંગા ટોળી કરી અટકાયત કરતી પોલીસ

પોલીસે કહ્યું કે, પરેશભાઈ પાસે પ્રતીક ઉપવાસ માટે મંજૂરી ન હતી

અમરેલી:
અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ધારણા પર એકલા બેઠેલા પરેશ ધાનાણીની ટીંગા ટોળી કરી અટકાયત કરવામાં આવી છે. પોલીસે બળજબરીપૂર્વક અટકાયત કરતા તેઓએ કહ્યું હતું કે આ અંગ્રેજોથી પણ બદતર શાસન છે.

અમરેલીને કોરોના ટેસ્ટ માટે લેબોરેટરી આપવા અગાઉ વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ માંગ કરી સરકારને પત્ર લખ્યો હતો. અને ચીમકી આપી હતી કે, જો લેબ નહિ મળે તો રવિવારે પ્રતીક ઉપવાસ પાર બેસશે. જેથી તેઓ આજ અમરેલીમાં ધરણાં પર બેઠા હતા. ત્યારે થોડીવારમાં જ પોલીસ અધિકારી કર્મચારીઓનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને પરેશભાઈને ધરણાં ન કરવા અને તેમની સાથે પોલીસ મથકે આવવા જણાવ્યું હતું. જોકે પરેશભાઈએ કહ્યું હતું કે, હું સોશિયલ ડિસ્ટન્સ જાળવવા એકલો જ બેઠો છું. લોકશાહીમાં ધારણા કરવાની છૂટ હોય છે. પોલીસે કહ્યું કે આપને ધારણા કરવાની મંજૂરી નથી. તેમ છતાં પરેશભાઈ ન માનતા પોલીસે બળજબરીથી ટીંગા ટોળી કરી પોલીસ વાહનમાં બેસાડ્યા હતા. આ દરમિયાન ધાનાણી કહેતા રહ્યા કે, અમરેલીની પ્રજા કોરોનાથી ટપોટપ મરી રહી છે. ટેસ્ટ માટે ભાવનગર સેમ્પલ મોકલવા પડે છે. સુરતથી પેસેન્જરની બદલે પેશન્ટ આવે છે. સરકાર અમરેલીને કોરોના લેબ આપે, અમરેલી, રાજુલા, સાવરકુંડલામાં કોરોના દર્દી માટે બેડ વધારવામાં આવે. અને જિલ્લામાં કોરોનાના ટેસ્ટ વધારવમાં આવે તેવી માંગ કરી હતી.


Related News

Loading...
Advertisement