વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસનો મહત્વનો નિર્ણય : ૨૬ વર્ષીય હાર્દિક પટેલ બન્યો ગુજરાત કોંગ્રેસનો સૌથી યુવા કાર્યકારી પ્રમુખ

12 July 2020 03:13 AM
Gujarat Politics
  • વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસનો મહત્વનો નિર્ણય : ૨૬ વર્ષીય હાર્દિક પટેલ બન્યો ગુજરાત કોંગ્રેસનો સૌથી યુવા કાર્યકારી પ્રમુખ

આણંદ, સુરત અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા પ્રમુખની જાહેરાત થઈ : સંગઠન નું માળખું તૈયાર કરતી કોંગ્રેસ

રાજકોટઃ
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને કોંગ્રેસમાં મહત્વનું પદ અપાયું છે. હાર્દિકને પાર્ટીના કાર્યકરમાંથી સીધા જ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે.
હાર્દિકને આ મોટી જવાબદારી મળી છે. જોકે, પ્રદેશના પ્રમુખ પદે અમિત ચાવડા યથાવત રહેશે.
વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા હાર્દિકની નિમણૂક મહત્વનો ભાગ ભજવી શકે છે.
હાર્દિક પટેલ, ૨૬ વર્ષે ગુજરાત કોંગ્રેસના સૌથી યુવા કાર્યકારી પ્રમુખ બન્યા છે, તેઓ ૨૦૧૯ લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ સાથે જોડાયા હતા. ૨૦૧૫માં રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યું હતું અને ત્યારથી ઘણી લોકચાહના મળી હતી.
આ સાથે સુરત, આણંદ અને દેવભૂમિ દ્વારકાના જિલ્લા પ્રમુખોની નિમણૂક કરાઈ છે. સુરતમાં આનંદ ચૌધરી, દેવભૂમિ દ્વારકામાં યાસીન ગજ્જન અને આણંદમાં જિલ્લા પ્રમુખની જવાબદારી મહેન્દ્ર પરમારને સોંપાઈ છે.


Related News

Loading...
Advertisement