મુંબઈ: BMC ને મોટો આંચકો, આસિસ્ટન્ટ કમિશનરનું કોરોનાથી મોત

12 July 2020 03:01 AM
India
  • મુંબઈ: BMC ને મોટો આંચકો, આસિસ્ટન્ટ કમિશનરનું કોરોનાથી મોત
  • મુંબઈ: BMC ને મોટો આંચકો, આસિસ્ટન્ટ કમિશનરનું કોરોનાથી મોત

અત્યારસુધી ૨૦૦૦ થી વધુ ફ્રન્ટ લાઈન વર્કર્સ સંક્રમિત થયા છે જેમાંથી ૧૦૩ મૃત્યુ પામેલા છે

મુંબઈ :
દેશમાં કોરોના કેપિટલ બની ગયેલા મુંબઈમાં મહામારીથી ૨૦૦૦ થી વધુ ફ્રન્ટ લાઈન વરકર્સ સંક્રમિત થયા છે અને ૧૦૩ના અવસાન થયેલ છે . આજે શનિવારે બૃહદમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ના સહાયક (આસિસ્ટન્ટ) કમિશનર, અશોક ખૈરનાર (57) નું કોરોનાને કારણે મોત થયું છે. ખૈરનાર કોરોના સામે લડત આપતા અગ્ર હરોળના અધિકારી હતા.

બીએમસીના આસિસ્ટન્ટ કમિશનર ખૈરનાર એચ-પૂર્વ વોર્ડમાં એટલે કે કલીના, વકોલા, સાન્તાક્રુઝ, બાન્દ્રા પૂર્વમાં કાર્યરત હતા. શિવસેના પ્રમુખ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી પણ આ વિભાગમાં છે. આ વિસ્તારમાં કોરોના વાયરસનો ચેપ ખૂબ જ ઝડપથી નિયંત્રિત કરવામાં આવ્યો હતો.
મુંબઈનો આ પહેલો વિસ્તાર હતો જ્યાં કોરોના વાયરસનો કોઇ કેસ રહ્યો નહોતો. આ મુંબઇનો પહેલો એવો વોર્ડ હતો જે રેડ ઝોનમાંથી ગ્રીન ઝોન આવ્યો હતો. આ ક્ષેત્રમાં કોરોના સંક્રમણનો દર 0.5% છે અને ડબલિંગ દર 134 દિવસ છે. મદદનીશ કમિશનર ખૈરનરે આ વિસ્તારમાં કોરોના વાયરસને અંકુશમાં લીધો હતો. પરંતુ પોતે પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. ખૈરનારને અંધેરીની સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમણે શનિવારે અંતિમ શ્વાસ લીધા હતા. હાલમાં જ મુંબઈ મહાનગરપાલિકા ના નાયબ (ડેપ્યુટી) કમિશનર શિરીષ દિક્ષિતનું પણ કોરોના થી મૃત્યુ થયેલ.


Related News

Loading...
Advertisement