ભૂતપૂર્વ ક્રિકેટર અને ઉત્તર પ્રદેશમાં મંત્રી ચેતન ચૌહાણને કોરોના : પરિવારના પણ સેમ્પલ લેવાયા

12 July 2020 02:44 AM
India Politics Sports
  • ભૂતપૂર્વ ક્રિકેટર અને ઉત્તર પ્રદેશમાં મંત્રી ચેતન ચૌહાણને કોરોના : પરિવારના પણ સેમ્પલ લેવાયા

હાલ તેઓ લકનઉની સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ છે : શાહિદ આફ્રિદી બાદ તેઓ બીજા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જેને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

લખનૌ : ભૂતપૂર્વ ઇન્ડિયન ટેસ્ટ ક્રિકેટર અને હાલ ઉત્તર પ્રદેશમાં યોગી સરકારમાં મંત્રી ચેતન ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
તેઓ ઇન્ડિયા વતી ૪૦ ટેસ્ટ અને ૭ વનડે રમી ચૂક્યો છે.
ચેતન ચૌહાણ, ૧૯૭૦ના દાયકામાં સુનીલ ગાવસ્કર સાથેની ઓપનિંગ જોડી માટે જાણીતા છે. તેઓએ ૪૦ ટેસ્ટમાં ૨૦૮૪ રન કર્યા, પરંતુ સમગ્ર કેરિયર દરમ્યાન એક પણ સદી નથી કરી. તેઓએ ૧૬ અર્ધી સદી અને ૯૭ રન નો સર્વોચ્ચ સ્કોર કર્યો છે.
ચેતન ચૌહાણ ઇતિહાસમાં સૌપ્રથમ ક્રિકેટર હતા જેઓએ ૨૦૦૦ રન કોઈ પણ સદી વગર કર્યા હતા.
તેઓ ૧૯૯૦માં ઉત્તર પ્રદેશથી લોકસભા સાંસદ થી ચૂક્યા છે અને હાલ તેઓ ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી છે. તેઓના પરિવારજનોનો ટેસ્ટ લેવાયો છે. રીપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.


Related News

Loading...
Advertisement