બચ્ચન પરિવારને કોરોના વળગ્યો : પિતા અમિતાભ બાદ, પુત્ર અભિષેકનો રિપોર્ટ પોઝિટિવ : બોલીવુડમાં ખળભળાટ

12 July 2020 12:08 AM
Entertainment India
  • બચ્ચન પરિવારને કોરોના વળગ્યો : પિતા અમિતાભ બાદ, પુત્ર અભિષેકનો રિપોર્ટ પોઝિટિવ : બોલીવુડમાં ખળભળાટ
  • બચ્ચન પરિવારને કોરોના વળગ્યો : પિતા અમિતાભ બાદ, પુત્ર અભિષેકનો રિપોર્ટ પોઝિટિવ : બોલીવુડમાં ખળભળાટ
  • બચ્ચન પરિવારને કોરોના વળગ્યો : પિતા અમિતાભ બાદ, પુત્ર અભિષેકનો રિપોર્ટ પોઝિટિવ : બોલીવુડમાં ખળભળાટ

બચ્ચન પિતા પુત્રને સામાન્ય લક્ષણો, મુંબઈ ની હોસ્પિટલમાં દાખલ : ૭૭ વર્ષીય લેજંડે પોતે ટ્વીટ કરી માહિતી આપ્યાના થોડી મિનિટોમાં પુત્ર અભિષેકે પણ ટ્વીટ કરી માહિતી આપી

મુંબઈ: દેશભરમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, અને થોડી જ ક્ષણ બાદ પુત્ર અભિષેક નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાના સમાચાર સામે આવ્યા છે.
આ જાણકારી પોતે 77 વર્ષિય લેજન્ડ અમિતાભ બચ્ચને ટ્વીટ કરી આપી અને ત્યારબાદ અભિષેક બચ્ચને પણ બન્ને પિતા પુત્રને કોરોના થયું હોવાનું ટ્વીટ કરી માહિતી આપી.

અમિતાભ બચ્ચન અને અભિષેક બન્ને મુંબઈ સ્થિત નાણાવટી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે.

અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને જણાવ્યુ કે, મને કોરોના પોઝિટવ આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હોસ્પિટલ અધિકારીઓને માહિતી આપી રહ્યો છે. પરિવાર અને કર્મચારીઓનો પણ કોરોના ટેસ્ટ થયો છે. તેમનો રિપોર્ટ આવવાનો બાકી છે. છેલ્લા 10 દિવસથી મારી સાથે જોડાયેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરવા અનુરોધ કરું છું.

અભિષેક બચ્ચને ટ્વીટ કરી જણાવ્યું કે, આજે મારા પિતા એન હું, બન્ને ને કોરોના થયો હોવાનું જાણવા મળે છે. બન્નેને સામાન્ય લક્ષણો છે અને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે. તેઓએ તંત્રને જન કરી દીધી છે અને તમામ પરિવારજનો અને સ્ટાફ મેમ્બર કોરોના ટેસ્ટ કરાવી રહ્યો છે. સૌને શાંત રહેવા વિનંતી. આભાર.


Related News

Loading...
Advertisement