બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને કોરોના, મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં દાખલ

11 July 2020 11:34 PM
Entertainment India
  • બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને કોરોના, મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં દાખલ

૭૭ વર્ષીય લેજંડે પોતે ટ્વીટ કરી માહિતી આપી

મુંબઈ: દેશભરમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ જાણકારી પોતે 77 વર્ષિય લેજન્ડ અમિતાભ બચ્ચને ટ્વીટ કરી આપી છે.

અમિતાભ બચ્ચનને મુંબઈ સ્થિત નાણાવટી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે.

અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને જણાવ્યુ કે, મને કોરોના પોઝિટવ આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હોસ્પિટલ અધિકારીઓને માહિતી આપી રહ્યો છે. પરિવાર અને કર્મચારીઓનો પણ કોરોના ટેસ્ટ થયો છે. તેમનો રિપોર્ટ આવવાનો બાકી છે. છેલ્લા 10 દિવસથી મારી સાથે જોડાયેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરવા અનુરોધ કરું છું.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. તેમાં પણ મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી ખરાબ છે. મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોનાના કેસોમાં ધડખમ વધારો થઈ રહ્યો છે.

Related News

Loading...
Advertisement