સુરતમાં દર કલાકે 5 અંતિમ સંસ્કાર, સ્મશાનોમા લાગી કતારો

11 July 2020 05:47 PM
Surat Gujarat
  • સુરતમાં દર કલાકે 5 અંતિમ સંસ્કાર, સ્મશાનોમા લાગી કતારો

રોજ અંતિમધામ અને કબ્રસ્તાનમાં 48થી વધુ મૃતદેહો આવી રહ્યા છે

સુરત,તા. 11
અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા ત્યારે સુરતમાં કેસમાં વધારો જોવા મળી રહ્યા છે.કેસોની સંખ્યા હવે ડિસ્ટ્રીક્ટની સાથે 300થી વધુ થઇ ગઇ છે. ત્યારે ચોપડે મોતન આંકડો 275 (સીટી) બોલી રહ્યો છે ત્યારે અંતિમક્રિયા કરવામાં આવી રહી છે તે ડરાવનારી હકીકત રજૂ કરે છે.

છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં 170 બોડીનું કોવિડ ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરાયું છે જ્યારે એક સપ્તાહમાં 390 બોડીને અંતિમદાહ દફનવિધિ કરાઈ છે. હવે રોજ અંતિમયાત્રાની અને કબ્રસ્તાનમાં 48થી વધુની સંખ્યામાં બોડી આવી રહી છે.

બુધવારે જ શહેરમાં 65 જેટલા મૃતદેહોની સ્મશાન અને કબ્રસ્તાનમાં પ્રોટોકોલ સાથે અંતિમવિધિ કરવામાં આવી હોવાની હકીકત સામે આવી હતી. ત્યારે ગુરુવારે પણ 55 મૃતદેહોની કોરોના ગાઈડલાાઈન મુજબ શહેરની વિવિધ સંસ્થાઓએ અંતિમવિધિ કરી હોવાની માહિતી મળી રહી છે.

25 દિવસથી એક મહિના અગાઉ કોવિડ ગાઈડલાઈન મુજબ અંતિમ ક્રિયાની અવરેજ 25 થી 30ની હતી જેહાલ 45 થઇ ગઇ છે.છેલ્લા બે દિવસમાં સંખ્યા 50થી વધી ગઇ છે. બુધવારે 65 જેટલી બોડીનો નિકાલ થયો. આમ જ રહેશે તો જુલાઈના અંત સુધી આંકડો 70થી વધુ પહોંચી જશે.

જે સેવાભાવી સંસ્તા કોરોના બોડીની અંતિમવિધિ કરી રહી છે તેઓને પણ સરકારી હોસ્પિટલના અણધડ વહીવટનો સામનો કરવો પડી રહ્યો છે. પરિવારજનોને જ્યારે મોઢુ બતાવવાનો પ્રયાસ કરાય ત્યારે બોડી ઉલટી નીકળે છે. ગતરોજ સ્મિમેર પર એક એમ્બ્યુલન્સમાંએક પર એક લાશો નાખી દેવાતા હંગામો થયો હતો.


Related News

Loading...
Advertisement