ઇન્જેકશનના કાળા બજારનો મુદો ચગ્યો : તબીબોની આંદોલનની ચિમકી

11 July 2020 05:45 PM
Surat Gujarat
  • ઇન્જેકશનના કાળા બજારનો મુદો ચગ્યો : તબીબોની આંદોલનની ચિમકી

તબીબોને દોષ દેવા બદલ આરોગ્ય સચિવ માફી માંગે અન્યથા પ્રતિકાત્મક આંદોલન : ઇન્ડિયન મેડીકલ એસોસીએશન મેદાને

સુરતા તા. 11:
સુરતમાં બે દિવસ પૂર્વ ટોસિલિઝુર્મબ ઇન્જેકશનના કાળા બજાર થવાનો મુદો ઉછળ્યો હતો. ટોસિલિઝુર્મબ ઇન્જેકશનના કાળા બજાર થતા હોવાથી દર્દીઓને હાલાકી ભોગવી પડતીહોવાનુ સામે આવ્યુ હતુ. હાલ કોરોના મહામારી થી બચવા લોકો અનેક પ્રયાસો કરી રહયા છે.

પરંતુ ટોસિલિઝુર્મબ ઇન્જેકશનની કાળાબજારી સામે આવતા લોકોમા ભારે નારાજગી જોવા મળી હતી. આ મુદે ગઇકાલે સુરતમાં પત્રકાર પરિષદમા ટોસિલિઝુર્મબ ઇન્જેકશનના કાળા બજાર મુદે આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ ખાનગી તબીબો પર ઇન્જેકશનના દુરઉપયોગનો ગંભીર આરોપ લગાવ્યો છે.

આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિના આ નિવેદનથી તબીબોમા રોષની લાગણી પ્રસરી ગયેલ છે. ટોસિલિઝુર્મબ ઇન્જેકશનની સંપુર્ણ વિતરણની વ્યવસ્થા સરકાર પાસે છે. ત્યારે ખાનગી તબીબો કઇ રીતે જવાબદાર? આ પ્રશ્ર્ન ઇન્ડિયન મેડીકલ એસોસીએશનએ ઉઠાવ્યો છે.

કોરોના મહામારીમાં ઇન્ડિયન મેડીકલ એસોસીએશન સરકાર સાથે ખભે ખભા મિલાવીને છેલ્લા કેટલાય મહિનાઓથી કાર્યરત છે. કોરોના દર્દીઓની સેવા કરતા અનેક તબીબો સંક્રમિત થયા છે. જેમાથી કેટલાક તબીબોનુ દુ:ખદ અવસાન પણ થયુ છે.

હાલ આરોગ્ય સચિવના નિવેદનથી ખાનગી ડોકટરોમાં રોષની લાગણી છવાય ગયેલ છે. ઇન્ડિયન મેડીકલ એસોશીએશનની માંગણી છે કે આરોગ્ય સચિવ પરમાર કહે કે ટોસિલિઝુર્મબ ઇન્જેકશનના કાળા બજાર ખાનગી તબીબો કરી રહયા છે અને જો ના કરી શકે તો પોતાનુ નિવેદન પાછુ ખેચી દિલગીરી વ્યકત કરે. આ માંગણી નહી સંતોષાય તો મેડિકલ એસોસિએશનએ પ્રતીકાત્મક આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.


Related News

Loading...
Advertisement