જપાનમાં બેઝબોલની ગેમમાં ડાન્સરોને બદલે રોબો ચિયર લીડસ

11 July 2020 05:42 PM
Sports World
  • જપાનમાં બેઝબોલની ગેમમાં ડાન્સરોને બદલે રોબો ચિયર લીડસ

એક રોગચાળો અને થોડા મહિનાનું લોકડાઉન માણસોને કેટલાબધા નવા પાઠ ભણાવે છે અને કેવા-કેવા અનુભવો આપે છેએ આખી દુનિયાનેહાલમાં સમજાઈ રહ્યું છે. સ્પોર્ટસ પ્રવૃતિ કેટલાક દેશોમાં ખુબ થોડા પ્રમાણમાં ચાલે છે એમાં અસલ ખેલાડીઓ રમે છે, પણ ખેલ જોનારાઓને મેદાનમાં જવાની પરવાનગી નથી હોતી. એવામાં ચિયર લીડર્સ તો ન હોય ને ! જો કેગયા મંગળવારે જપાનની નિપોન પ્રોફેશનલ બેઝબોલ સ્પર્ધામાં ફુકુઓકા સોફટબેન્કસ હોક્સ અને રાકુતેન ઇગલ્સ વચ્ચેની મેચમાં અનોખું દ્રશ્ય સર્જાયું હતું. 40,000 લોકોને સમાવવાની ક્ષમતા ધરાવતું સ્ટેડીયમ ખાલી હતું પરંતુ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ચિયર લીડર્સ હતા.જો કે એ પણ માણસો નહોતા. ફુકુઓકા સોફટબેન્કસ હોક્સ ટીમ તરફથી પોડિયમ પર 20 રોબો નાચતા તાં. ફુકુઓકાનાં હ્યુમેનોઇડરોબો પીપર ઉપરાંત કૂતરા જેવા દેખાતા ચાર પગવાળા યંત્રમાનવો પણ નાચતા હતા. રીતસર ચિયર લીડર્સની માફક તેમનો કોરિયોગ્રાફ ડાન્સ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો તો.


Related News

Loading...
Advertisement