સરહદે ટકરાવ વચ્ચે ચીની કંપનીએ વંદે ભારત ટ્રેનનું ટેન્ડર ભર્યું

11 July 2020 05:41 PM
India
  • સરહદે ટકરાવ વચ્ચે ચીની કંપનીએ વંદે ભારત ટ્રેનનું ટેન્ડર ભર્યું

1500 કરોડનો ઠેકો મેળવવા માંગતી ચીની કંપની ભારતમાં સંયુક્ત સાહસ ધરાવે છે

નવી દિલ્હી તા.11
ચીન સાથે તણાવ વચ્ચે ભારતમાં ચીની કંપનીઓ આર્થિક સામ્રાજય જમાવવા કામે લાગી છે. નવાઈની વાત એ છે કે લદાખમાં હાલમાં જ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ટકરાવ છતાં ચીની કંપનીઓ ભારતમાં મોટા ટેન્ડર ભરી કરોડનો કોન્ટ્રેકટ મેળવવા દોડમાં છે.
ભારતની સેમી હાઈબ્રીડ ટ્રેન વંદે ભારત એકસપ્રેસ માટે માંગવામાં આવેલા ગ્લોબલ ટેન્ડરમાં ચીનની એક સરકારી કંપની પણ સામેલ છે. આ ચીની કંપનીનું ગુરુગ્રામની એક ફર્મ સાથે સંયુક્ત સાહસ છે. ઈન્ડીયન રેલ્વેએ સેમી હાઈ-સ્પીડ ટ્રેન માટે ઈન્ડીયન રેલ્વેએ સેમી હાઈ-સ્પીડ ટ્રેન માટે પ્રોપલ્સન સિસ્ટમ ખરીદવા માંગી છે. 44 પ્રોપલ્સન સિસ્ટમ માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, અને એમાં ચીનની સરકારી કંપની સીઆરઆરસી પાયોનીયર ઈલેકટ્રીક ઈન્ડીયા પ્રાઈવેટ લીમીટેડ પણ સામેલ છે. કંપનીની વેબસાઈટ મુજબ સીઆરઆરસી પાયોનીયર ઈલેકટ્રીક ઈન્ડીયા પ્રાઈવેટ લીમીટેડનું ગુરુગ્રામની એક કંપની સામે સમજુતી છે, અમે બન્ને ભારતમાં સાથે મળી કામ કરી દે છે. ટેન્ડર ભરવામાં ચીની કંપની સામેલ હોવાથી રેલ્વે બોર્ડના ચેરમેન વિનોદકુમાર યાદવે સમર્થન આપ્યું હતું. ટેન્ડર ભરનારી અન્ય કંપનીઓમાં દિલ્હીની ભેલ, સંગરૂટની ભારત ઈન્ડસ્ટ્રીઝ, નવી મુંબઈની પાવરનેટીકસ ઈકવીપમેન્ટ પ્રાઈવેટ લીમીટેડ, હૈદ્રાબાદનું મેઘા ગ્રુપ અને પરમાણુની ઈલેકટ્રોવેબલ ઈલેકટ્રોનીક પ્રાઈવેટ લીમીટેડ સામેલ છે.


Related News

Loading...
Advertisement