વિવેકાનંદ કેન્દ્ર-કન્યાકુમારી રાજકોટ ચેપ્ટર દ્વારા સોમવારથી તા.24 સુધી ઓનલાઇન યોગ તાલીમ

11 July 2020 05:35 PM
Rajkot
  • વિવેકાનંદ કેન્દ્ર-કન્યાકુમારી રાજકોટ ચેપ્ટર દ્વારા સોમવારથી તા.24 સુધી ઓનલાઇન યોગ તાલીમ

આ સત્રમાં 16 વર્ષથી ઉપરના યુવાન ભાઇ-બહેનો ભાગ લઇ શકશે

રાજકોટ તા.11
સ્વામી વિવેકાનંદે લોખંડી સ્નાયુઓ અને કુશાગ્ર બુદ્ધિ વાળા મનુષ્યોની માંગ કરી છે. શ્રી અરવિંદે પણ શારીરિક, માનસિક,બૌદ્ધિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક વ્યક્તિત્વના સપ્રમાણ વિકાસનું મહત્વ સમજાવ્યું છે. આ ઉદ્દેશ સાથે વ્યક્તિને આ દિશામાં લઈ જવા માટે વિવેકાનંદ કેન્દ્ર ક્ધયાકુમારી દ્વારા 12 દિવસીય યોગસત્રનો ઓનલાઈન અભ્યાસક્રમ તૈયાર કરાયો છે. જે તારીખ 13 જુલાઈ, સોમવાર થી 24 જુલાઈ શુક્રવાર દરરોજ સવારે 6:00 થી 07:15 ગુગલ મીટ પર યોજાશે.આ સત્રમાં 16 વર્ષથી ઉપરના યુવાન ભાઈઓ બહેનો ભાગ લઈ શક્શે. વધુ વિગતો માટે 9510957899, 7016707076 પર સંપર્ક કરવા જણાવાયું છે.
યોગસત્રમાં અભ્યાસક્રમનાં બે ભાગ છે.એક ભાગ એટલે યોગાસન, પ્રાણાયામ, મુદ્રા, ક્રિયા વિગેરે પ્રત્યક્ષ ભાગ. અને બીજો ભાગ એટલે પ્રત્યક્ષ ભાગના માધ્યમથી યોગના ગહન અર્થ સુધી પહોંચવાનો પ્રયાસ જેને થિયરી વિભાગ કહેવામાં આવે છે. આ બન્ને ભાગોના સમન્વયને આધારે તૈયાર કરવામાં આવેલ આ યોગસત્ર દ્વારા મનુષ્યને જોઈતી શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિનો મજબુત આધાર વ્યક્તિના તન-મનમાં તૈયાર થાય છે.આ ઈ યોગસત્ર અભ્યાસક્રમમાં પ્રત્યક્ષ વિભાગમાં શિથિલીકરણ, સૂર્ય નમસ્કાર, આસન, પ્રાણાયામ અને થિયરી વિભાગમાં પોતાનું આનંદ સ્વરૂપ, અષ્ટાંગ યોગ ,યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ વગેરે વિશેની માહિતી અને તાલીમ આપવામાં આવશે.


Related News

Loading...
Advertisement