કોરોના સંકટમાં પણ બેદરકારો નહીં સુધરે: જાહેરનામાનો ભંગ કરનાર 29 સામે ગુનો નોંધાયો

11 July 2020 05:27 PM
Rajkot Saurashtra
  • કોરોના સંકટમાં પણ બેદરકારો નહીં સુધરે: જાહેરનામાનો ભંગ કરનાર 29 સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. 11: કોરોના મહામારી ચાલે છે છતા રાત્રી કરફયૂમા વોકીંગમાં નીકળતા, સોશિયલ ડીસ્ટન્સ ન જાળવતા, માસ્ક ન પહેરતા, રીક્ષામાં નિયમથી વધુ પેસેન્જર બેસાડતા અને દુકાન ખુલી રાખનાર ર9 લોકો સામે રાજકોટ પોલીસે કાર્યવાહી કરી હતી.

રાત્રી કરફયૂ દરમિયાન પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આવામાં રૈયા ચોકડી નજીક શિવ ગાંઠીયા અને અમેરીકન મકાઇની લારી ખુલ્લી હોવાનું જણાતા હરેશ કાંતીભાઇ કાતરીયા અને હાર્દિક ચનાભાઇ કોટડીયા સામે કાર્યવાહી કરાઇ હતી. તેમજ યુનિવર્સિટી રોડ પરના આકાશવાણી ચોકમાં આવેલું મહાદેવ રેસ્ટોરન્ટ પણ ખુલ્લુ હોવાથી તેના માલિક કાનાભાઇ મનસુખભાઇ આલોદરીયા સામે ગુનો નોંધાયો હતો.

રાત્રી દરમિયાન વોકીંગમાં નિકળેલા સાગર ભીખાભાઇ શિયાળ, ધવલ સતીષભાઇ શિયાળ, સુજ્ઞેશ ઉર્ફે સુગો બાવચંદ જોગાણી, વિજય ભીખાભાઇ શિયાળ, હિરેન પ્રભુભાઇ સોલંકી સામે ગુનો નોંધી ધરપકડ કરાઇ હતી. આ ઉપરાંત માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુંકતા ભરતભાઇ સુંદરભાઇ ભગતાણી, બાલાભાઇ લખુભાઇ ચિહલા અને સેજા કરણ ચોપડા તથા બીન જરૂરી બહાર નીકળેલા મહેન્દ્ર ભારથી ઇશ્વરભારથી ગૌસ્વામી, સાગર દિનેશભાઇ કુકડીયા, પૂર્વેશ દીલીપભાઇ ફળદુ, નિલેષભાઇ રમેશભાઇ ડોબરીયા, અરબાઝ આસિફભાઇ મારફાણી, મોઇન ઉર્ફે ટકો સતારભાઇ ચૌહાણ, સરફરાઝ ખાન ઇકબાલખાન મહેરનાણી, કૃતાર્થ હિતેષભાઇ રાધનપુરા, વૈભવ હિતેષભાઇ રાધનપુરા, મશરૂભાઇ રાઘવભાઇ માટીયા, ભરત રાજુભાઇ સાડમીયા, ધવલ મહેશભાઇ પાદરીયા, મયુર મનુભાઇ ઠુંગા, હસમુખ નાજાભાઇ ચૌહાણ વગેરે બીન જરૂરી રાત્રી કરફયુમાં બહાર નિકળતા જાહેરનામા ભંગની કાર્યવાહી કરાઇ હતી.

કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી હોવાથી રીક્ષામાં બે જ પેસેન્જર બેસાડવાનો નિયમ છે તેમ છતા બે થી વધુ પેસેન્જર બેસાડનાર રીક્ષા ચાલક યાસીન ઉર્ફે મુન્નાભાઇ હબીબભાઇ રાઉમા અને હેમાંગ ભીખુભાઇ જેઠવાની ધરપકડ કરાઇ હતી. ઉપરાંત ત્રણ સવારીમાં બાઇક ચલાવનાર જતીનભાઇ રમેશભાઇ વૈષ્નાણી સામે પણ પોલીસે ગુનો નોંધી ધારા ધોરણ મુજબ કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement