વાંકાનેરમાં કોરોના દર્દી મહિલાને કોવિડ-19 વોર્ડમાં પૂરી તાળુ મારી, સ્ટાફ ગાયબ

11 July 2020 05:20 PM
Morbi Gujarat
  • વાંકાનેરમાં કોરોના દર્દી મહિલાને કોવિડ-19 વોર્ડમાં પૂરી તાળુ મારી, સ્ટાફ ગાયબ
  • વાંકાનેરમાં કોરોના દર્દી મહિલાને કોવિડ-19 વોર્ડમાં પૂરી તાળુ મારી, સ્ટાફ ગાયબ

મોરબી: કોરોનાનો કહેર હજી પણ યથાવત છે. દેશના ઘણા રાજ્યો હજી પણ આ જીવલેણ વાયરસ સામે ઝઝૂમી રહ્યા છે. આ સમય દરમિયાન આવા અનેક કિસ્સા સામે આવી રહ્યા છે જ્યાં ખુદ હોસ્પિટલનો સ્ટાફ ગંભીર બેદરકારી દાખવે છે.

આવો જ એક કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે. અહીં સ્થિત વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19 વોર્ડમાં કોરોના દર્દી નયનાબા હરપાલસિંહ રાયજાદાને રાખવા માં આવ્યા હતા. જ્યાં સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે. નયનાબાને અંદર હોસ્પિટલમાં પૂરી આખો સ્ટાફ તાળા મારી ગાયબ થઈ ગયો હતો.

આશ્ચર્યજનક વાત એ છે કે, વોર્ડમાં એક કૂતરો પણ હતો જ્યાં મહિલાને પૂરી દેવામાં આવી હતી.

5 જુલાઈએ નયનાબાને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પરિવારના 4 સભ્યોને કરોના થયો હતો જેમાંથી નયનાબાના સાસુ નું દુઃખદ અવસાન થયું હતું. તેમના પતિ હરપાલસિંહ ને પણ કોરોના થયો હતો અને થોડા દિવસ પેહલા જ તેમને રજા આપી દેવામાં આવી હતી તેઓને ઘરે આઇસોલેટ રહેવાનું કહ્યું હતું.

આખા હોસ્પિટલમાં એક માત્ર કોરોના દર્દી હતા નયનાબા તેમ છતાં હોસ્પિટલનો સ્ટાફ તેમને વોર્ડમાં પૂરી ચાલ્યો ગયો હતો હોસ્પિટલ ના ગેટને બહારથી તાળું મારી દીધું હતું આખા હોસ્પિટલ માં એક માત્ર નયનાબા હતા.તેઓ ખૂબ ડરી ગયા હતા. તેઓ સતત સ્ટાફને અવાજ લગાવી રહ્યા હતા પણ કોઈએ તાળુ ખોલ્યું નઈ. છેવટે તને તેના પતિ હરપાલસિંહ ને ફોન કર્યો ત્યારે તેઓ ટિફિન લઈને હોસ્પિટલ પહોચ્યા હતા. ત્યારબાદ હરપાલસિંહ એ સ્ટાફને કેટલી વખત ફોન કર્યા હતા. તેમ છતાં કોઈ આવ્યું નહતું. અને અંતે 2 કલાક પછી તાળુ ખોલવામાં આવ્યું હતું.

નયનાબાના પતિ હરપલસિંહ રાયજાદાએ કહ્યું કે તેઓને આ ઘટનાથી ઘણું દુખ થયું છે આવી બેદરકારી જોઈને તેઓ આહત થયા છે અને કોરોના દર્દીને વધુ સારી સુવિધા મળે તે માટે તેઓ ઉચ્ચ સ્તરે રજૂઆતો કરશે.


Related News

Loading...
Advertisement