કર્મચારીઓને ટિકટોક ડીલીટ કરવા સૂચના આપ્યા પછી એમેઝોનએ તરત ફેરવી તોળ્યું

11 July 2020 05:15 PM
India
  • કર્મચારીઓને ટિકટોક ડીલીટ કરવા સૂચના આપ્યા પછી એમેઝોનએ તરત ફેરવી તોળ્યું

સાન ફ્રાન્સીસ્કો તા.11
ફોનમાંથી લોકપ્રિય ચીની એપ ટિકટોક ડીલીટ કરવા કર્મચારીઓને સૂચના આપતો ઈન્ટર્નલ ઈમેલ મોકલ્યાના કલાકોમાં, એમેઝોનએ એને ભુલથી ગણાવી પીછેહઠ કરી છે.

એમેઝોનએ પત્રકારોને ઈમેલ કરી ખુલાસો કર્યો હતો કે, અમારા કેટલાક કર્મચારીઓને સવારે ‘ભુલ’થી ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ટિકટોક મામલે અમારી નીતિમાં હાલમાં કોઈ ફેરફાર થયો નથી. પ્રવકતા જેવી એન્ડરસને આ મામલે શું બન્યું તે સંબંધી સવાલોનો જવાબ આપવા ઈન્કાર કર્યો હતો.

શરુઆતનો ઈન્ટર્નલ ઈમેલ વાયરલ થયો હતો તેમાં કર્મચારીઓને ટિકટોક ડીલીટ કરવા જણાવાયું હતું. યુવાનોમાં આ એપ લોકપ્રિય છે, પણ ચીનની માલિકીના કારણે રાષ્ટ્રીયસુરક્ષા વિષે વહેલી ચિંતાથી આજકાલ ચર્ચામાં છે.

એમેઝોન અમેરિકાની વોલમાર્ટ પછી બીજી મોટી કંપની છે, અને વિશ્વમાં તેના 8,40,000 કર્મચારીઓ છે. ટિકટોક સામે તેણે પગલા લીધા હોત તો એપ પર દબાણ વધ્યુ હતું. અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પીયોએ અગાઉ જણાવ્યું હતું કે, આ એપ પર બેન મુકવા સરકાર જરૂરથી વિચારશે.


Related News

Loading...
Advertisement