ચીન પર સખ્તાઈથી ઈ-વાહનોને લાગી બ્રેક: કંપનીઓને રોકાણ મેળવવું મુકેલ બન્યું

11 July 2020 05:08 PM
India World
  • ચીન પર સખ્તાઈથી ઈ-વાહનોને લાગી બ્રેક: કંપનીઓને રોકાણ મેળવવું મુકેલ બન્યું

ભારતીય ઈ-વાહન કંપનીઓના 80 ઉપકરણ ચીનથી આયાત થતા હોઈ વિદેશી રોકાણકારો હટવા લાગ્યા

નવી દિલ્હી તા.11
વધતા જતા વાયુ પ્રદૂષણ સહિત વિવિધ પ્રદૂષણને નાથવા સરકારે ઈ-વાહનોને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ ચીન સાથે છેલ્લા કેટલાક દિવસોથી તનાવને પગલે ચીની માલનો બહિષ્કાર થવાના કારણે દેશની ઈ-વાહન કંપનીઓને બ્રેક લાગી ગઈ છે. કારણ કે ભારતીય ઈ-વાહન કંપનીઓ 80 ટકા ઉપકરણ ચીનથી આયાત કરે છે, જેના કારણે રોકાણકારો પાછા હઠવા લાગ્યા છે.

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઈલેકટ્રીક વાહન અને ખાસ કરીને ટુ વ્હીલર અને થ્રી વ્હીલરમાં અનેક સ્ટાર્ટઅપ કારોબારમાં ઉતર્યા છે. આ કંપનીઓને રતન ટાટા સહિત સોફટ બેન્ક અને ટાઈગર ગ્લોબલ જેવા રોકાણકારોએ મોટી મૂડીનું રોકાણ કર્યું છે. પરંતુ ચીનના ઉત્પાદનો પર કડકાથી બહિષ્કાર બાદ ઈ-વાહન કંપનીઓની મુશ્કેલ વધી ગઈ છે. ભારતીય ઈ-વાહન કંપનીઓના 80 ટકા ઉપકરણો ચીનથી આયાત થાય છે જેથી વિદેશી રોકાણકારો હટવા લાગ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આવનારા દિવસો ઈ-વાહન કંપનીઓ માટે બેહદ મુશ્કેલ બનવાનો છે. કારણ કે તેમને રોકાણ મેળવવામાં બેહદ મુશ્કેલીનો સામનો કરવો પડશે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આની સૌથી વધુ અસર ઈ-વાહન ક્ષેત્રના સ્ટાર્ટઅપ પર પડશે.

આ દિગ્ગજોએ ઈ-વાહનોમાં કર્યું છે રોકાણ: છેલ્લા બે વર્ષમાં ઈ-વાહન ક્ષેત્ર અને તેની સાથે જોડાયેલ સ્ટાર્ટઅપમાં દેશી અને વિદેશી દરેક પ્રકારના રોકાણકારોએ પૈસા રોકયા છે. ઈ-વાહન ક્ષેત્રના સ્ટાર્ટ અપ, મજેન્ટા પાવર ગ્રીડ, ઓબા ઈલેકટ્રીક, યુલો અને લિથિયમ અર્બન ટેકનોલોજીએ સોફટ બેન્ક અને ટાઈગર ગ્લોબલ જેવા સંસ્થાગત રોકાણકારો પાસેથી સારી એવી રકમ હાંસલ કરી છે, આ સિવાય રતન ટાટા અને હીરો સમૂહના પવન મુંજાલે પણ સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે.


Related News

Loading...
Advertisement