દુનિયામાં કોરોનાના સંક્રમીતો સવા કરોડને પાર: લેટિન અમેરિકા, કેરેબીયા હોટસ્પોટ બન્યા

11 July 2020 04:54 PM
India World
  • દુનિયામાં કોરોનાના સંક્રમીતો સવા કરોડને પાર: લેટિન અમેરિકા, કેરેબીયા હોટસ્પોટ બન્યા

બેકારીમાં થયેલા વધારાને લઈને યુનોના વડાની વિશ્વ સમુદાયને સહાયની અપીલ

નવી દિલ્હી તા.11
વિશ્વમાં કોરોના વાયરસ સંક્રમીતોનો આંકડો હવે સવા કરોડને પાર કરી ગયો છે, જયારે 5.61 લાખથી વધુ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જો કે, 73 લાખથી વધુ લોકો સ્વસ્થ પણ થયા છે. હાલમાં લેટિન અમેરિકા અને કેરેબીયન દેશો કોરોનાના હોટ સ્પોટ બન્યા છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ અંતોનિયો ગુટેરસે જણાવ્યું હતું કે આ વર્ષે ક્ષેત્રીય જીડીપીમાં 9.1 ટકા સંકોચાવાની આશંકા છે જે સદીની સૌથી વધુ રહેશે. એક રિપોર્ટ મુજબ આ ક્ષેત્રમાં બેરોજગારી ગત વર્ષ 8.1 ટકાથી 13.5 ટકા થઈ ગઈ છે. જે 2019માં 1.8 લાખથી વધારે છે.

ગુટરેસે જણાવ્યું હતું કે, ગરીબોનો દર વધીને 30.2 ટકામાંથી 37.2 ટકા થઈ ગયો છે, જે ગત વર્ષની તુલનામાં 23 લાખ લોકોને અસર કરશે. તેમણે હાલ જોઈને વિશ્વ સમુદાયને તાત્કાલીક નાણા સહાય વધારવાની અપીલ કરી છે.


Related News

Loading...
Advertisement