ફોટો લેતે રહો : અમૃતા ફડણવીસ ટ્રોલ થઇ ગયા

11 July 2020 04:18 PM
World
  • ફોટો લેતે રહો : અમૃતા ફડણવીસ ટ્રોલ થઇ ગયા

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ ફક્ત બેન્કર જ નથી પરંતુ તેઓ સેલીબ્રીટી પણ બની ગયા છે અને તેમના અનેક શોખ પણ વાઈરલ થયા છે. હાલમાં જ કોમ્યુનિટી હેલ્થ સર્વિસ-2019-20ના એક વર્કશોપ જે નાગપુરમાં યોજાયું હતું તેનું વેબ સેમિનાર હતો અને તબીબો અને અન્ય નિષ્ણાંતો સાથે અમૃતા ફડણવીસ પણ ચર્ચામાં સામેલ હતા. પરંતુ તેમની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયામાં વાઈરલ થઇ છે તેમાં તેઓ આ મીટીંગમાં હાજરી આપતા નજરે ચડે છે પણ તેમના ટેબલ પરનું એક પુસ્તક અને કેટલાક ખાલી પેઇજ નજરે ચડતા હતા અને કોઇ ટેકનોસાવીએ તેમાંથી એક પેપર પર ફોટો લેતો રહો તેવું લખાયું અને તે પેપર ઝૂમ કરીને સોશ્યલ મીડિયા પર મુકાયું અને પછી અમૃતા ફડણવીસ ટ્રોલ થવા લાગ્યા હતાં.


Related News

Loading...
Advertisement