હોટ સ્પ્રીંગ્સ અને પેંગોંગ સરોવરમાંથી પણ ચીની અને ભારતીય સૈનિકો હટયા

11 July 2020 03:19 PM
India World
  • હોટ સ્પ્રીંગ્સ અને પેંગોંગ સરોવરમાંથી પણ ચીની અને ભારતીય સૈનિકો હટયા

ગલવાન-ગોગરામાંથી બન્ને દેશની સેના હટી

લદાખ
પુર્વી લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પરથી ભારત અને ચીનની સેના પાછી હટી રહી છે. હોટ સ્પ્રીંગ્સ અને પેંગોંગ સરોવર વિસ્તારમાંથી પણ બન્દે દેશોના સૈનિકો પાછા ફરી રહ્યા છે.

ગત મહીને ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લોહીયાળ સંઘર્ષ બાદ ભારતનું કડક વલણ કોરોના આંતરરાષ્ટ્રીય દબાણ બાદ આખરે ચીન હવે શાંતિનો રાગ આલોપવા લાગ્યું છે.
એલએસી પર બન્ને દેશો વચ્ચે તનાવ ઘટાડવા માટે સૈન્ય અને કુટનીતિક સ્તર પર વાતચીતનો દોર ચાલુ છે. ગઈકાલે બન્ને દેશો વચ્ચે સકારાત્મક વાત થઈ છે. વિવાદાસ્પદ જગ્યાએથી બન્ને દેશોની સેનાઓ પાછળ હટી રહી છે.

ગલવાન અને ગોગરા વિસ્તારમાં ભારત અને ચીનની સેના પુરી રીતે હટી ચૂકી છે. હોટસ્પ્રીંગ્સ અને પેંગોંગ સરોવર પરથી પણ બન્ને પક્ષના મોટાભાગના સૈનિકો હટયા છે.


Related News

Loading...
Advertisement