પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટઈન્ડીઝની નિર્ણાયક લીડ સાથે ઈંગ્લેન્ડ માટે પરાજય ખાળવાનો સંઘર્ષ

11 July 2020 03:16 PM
India Sports World
  • પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટઈન્ડીઝની નિર્ણાયક લીડ સાથે ઈંગ્લેન્ડ માટે પરાજય ખાળવાનો સંઘર્ષ

બ્રેથવેટ-ડોરિચની ઈનિંગ્સથી પ્રવાસી ટીમને 114 રનની સરસાઈ: મેચના અંતિમ બે દિવસની રમત મહત્વની બની

ઓલ્ડ ટ્રેફર્ડ
વેસ્ટઈન્ડીઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે અહી રમાય રહેલા પ્રથમ ટેસ્ટ મેચમાં ગઈકાલે રમતના અંતે પ્રવાસી ટીમે મેચ પર મજબૂત પકકડ જમાવી દીધી છે. ઈંગ્લેન્ડના પ્રથમ દાવમાં 204 રનના જવાબમાં વેસ્ટઈન્ડીઝનો પ્રથમ દાવ 318 રને પુરો થતા આ ટીમને 114 રનની સરસાઈ મળી છે અને ઈંગ્લેન્ડે બીજા દાવમાં વિના વિકેટે 15 રન નોંધાવ્યા છે. હજુ મેચના પુરા બે દિવસ બાકી છે અને ઈંગ્લેન્ડની ટીમ કેવી વળતી લડત આપી વેસ્ટઈન્ડીઝ માટે જીત કેટલી અઘરી બનાવે છે તેના પર સૌની નજર છે.

વેસ્ટઈન્ડીઝના બીજા દાવમાં બ્રેથવેટ (65) ડોરીચ (61)ની જોડીએ આ લીડ બનાવવામાં મહત્વની ઈનિંગ્સ રમી હતી. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક 4 અને એન્ડરસન 3 તથા બેસ 2 વિકેટ સાથે સફળ રહ્યા પણ વેસ્ટઈન્ડીઝના પ્રથમ દાવને મજબૂત બનતા તેમાં પુરી રીતે અટકાવી શકયા નથી. આમ કોરોના બ્રેક બાદ પ્રારંભ થયેલા ક્રિકેટનો પ્રથમ ટેસ્ટ મેચ જ રોમાંચક બની ગયો છે.


Related News

Loading...
Advertisement