અમેરિકામાં ટૂંક સમયમાં જ મેરીટ આધારિત ઇમીગ્રેશન સિસ્ટમ અમલી બનશે

11 July 2020 02:19 PM
India World
  • અમેરિકામાં ટૂંક સમયમાં જ મેરીટ આધારિત ઇમીગ્રેશન સિસ્ટમ અમલી બનશે

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત : વિશ્વના બૌધ્ધિકોને અમેરિકા કદી અન્યાય થવા દેશે નહીં: ટેલિવિઝન મુલાકાતમાં સ્પષ્ટ વાત : અમેરિકા માટે અમેરિકનો હંમેશા પ્રાથમિકતા જ રહેશે

નવી દિલ્હી,તા. 11
અમેરિકામાં એચવન-બી વિઝા સહિતના વીઝા હાલ સસ્પેન્ડ કરવા ઉપરાંત હાલ અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ જેઓ ઓનલાઈન શિક્ષણ મેળવે છે તેઓને તાત્કાલીક અમેરિકા છોડવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા આદેશના પગલે જે વિવાદ સર્જાયો છે તે વચ્ચે ટ્રમ્પ હવે અમેરિકામાં ટુંક સમયમાં મેરીટ આધારિત ઇમીગ્રેશન સિસ્ટમ લઇ આવશે તેવી જાહેરાત કરી છે.

ટ્રમ્પે વ્હાઈટના હાઉસના એક સ્ટેટમેન્ટ મારફત જાહેર કર્યું છે કે અમેરિકામાં પ્રવેશ માટે રોડ ટુ સિટીઝનશીપનો એક નવું મોડેલ તૈયાર થઇ રહ્યું છે અને તે મેરીટ આધારિત હશે અને તેમાં વિશ્વના જે શ્રેષ્ઠ બૌધ્ધીકો છે તેના માટે અમેરિકામાં નવી તક સર્જાઈ તે પણ જોશે.

પ્રમુખ ટ્રમ્પે એક વાતચીતમાંજણાવ્યું હતુંકે કોરોના સંક્રમણને કારણે અમેરિકામાં રહેતા અમેરિકન એ મારી પ્રાયોરિટી છે અને રહેશે.તેમણે આ નિર્ણયોને ચૂંટણી સાથે જોડવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે એ પણ કહ્યું કે હું આ નવી ઇમીગ્રેશન સિસ્ટમ માટે અમેરિકી સંસદ સાથે પણ ચર્ચા કરીને તે ઠરડો મંજૂર થાય તે જોવા જઇ રહ્યો છું.

હાલમાં પ્રમુખ ટ્રમ્પના આદેશને કારણે ઓનલાઈન અભ્યાસ કરતા ભારતનાં અંદાજે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ સહિત વિશ્વભરના છથી સાત લાખ વિદ્યાથીઓને અમેરિકા છોડવું પડે તેવી સ્થિતિ છે. પ્રમુખ ટ્રમ્પ માને છે કે આ પ્રકારે જે વિદ્યાર્થીઓ અમેરિકામાં રહે છે તેઓ ભવિષ્યમાં અમેરિકનો માટેની જોબની તક છીનવી શકે છે.


Related News

Loading...
Advertisement