વિશ્વમાં 6 સપ્તાહમાં કોરોના કેસ ‘ડબલ’: ભારતમાં રફતાર અમેરિકાથી વધુ

11 July 2020 02:18 PM
India World
  • વિશ્વમાં 6 સપ્તાહમાં કોરોના કેસ ‘ડબલ’: ભારતમાં રફતાર અમેરિકાથી વધુ

વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના નવા 2.28 લાખ કેસો નોંધાયાનો વિશ્વ આરોગ્ય સંસ્થાનો રીપોર્ટ: જોધપુર આઈઆઈટીના પુર્વ પ્રોફેસરનો રીપોર્ટ; ભારતમાં મહામારીનો સર્વોચ્ચ તબકકો બાકી; 9.34 ટકાનો ટેસ્ટ રેશિયો ખતરનાક

જીનીવા તા.11
વિશ્વભરના કોરોનાના કહેર વધી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં રેકોર્ડબ્રેક 2.18 લાખ કેસો નોંધાયા હોવાનું વિશ્વ આરોગ્ય સંગઠને જાહેર કર્યુ છે ત્યારે ભારતમાં કોરોનાની રફતાર અમેરિકા-બ્રાઝીલ કરતા પણ વધુ હોવાનો રીપોર્ટ આવ્યો છે.

વિશ્વસ્તરે વધતા સંક્રમણ વચ્ચે અમેરિકામાં ચોવીસ કલાકના કેસોની સંખ્યા 71000થી અધિક થઈ છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માસ્ક પહેરવા સામે કોઈ વાંધો ન હોવાનું જાહેર કર્યુ છે. તેઓ મીલીટરી હોસ્પીટલની મુલાકાતે જવાના છે ત્યાં માસ્ક પહેરીને જશે. જો કે, કોરોના ઉદભવ વખતથી તેઓ માસ્ક પહેરવાનું ટાળતા રહ્યા છે. અમેરિકામાં કોરોના કેસની કુલ સંખ્યા 31 લાખથી વધુ અને મોતનો આંકડો 1.33 લાખથી વધુ છે.

વિશ્વ આરોગ્ય સંગઠને એમ કહ્યું કે કોરોના મહામારીને નિયંત્રણમાં લેવાનું હજુ શકય છે. ભલે છેલ્લા છ અઠવાડીયામાં નવા કેસોની સંખ્યા ડબલ કરતા પણ વધુ થઈ ગઈ છે. ઈટાલી, સ્પેન, સાઉથ કોરીયા તથા ભારતની સૌથી મોટી ધારાવી ઝુંપડપટ્ટીમાં મહામારી કાબુમાં લઈ શકાઈ છે. આક્રમક અને અસરકારક પગલા થકી તે શકય બન્યુ છે. છ સપ્તાહમાં કેસ ડબલ થવા છતાં મહામારી કાબુમાં આવતી હોવાના ઉદાહરણ મૌજૂદ છે.

દરમ્યાન ભારતમાં કોરોના સંક્રમણની રફતાર ખતરનાક તથા ચિંતાજનક રીતે વધી રહી છે. આંકડાકીય-ગણીતના મોડલના વિશ્ર્લેષણના આધારે નિષ્ણાંતો પણ ચિંતા દર્શાવવા લાગ્યા છે. ભારતનું સંક્રમણ અમેરિકા તથા બ્રાઝીલથી પણ વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ભારતમાં કોરોનાનો વૃદ્ધિદર 3.3 ટકા છે તે અમેરિકામાં 1.8 ટકા તથા બ્રાઝીલમાં 1.9 ટકા છે. સૌથી વધુ 4.7 ટકા વૃદ્ધિદર દક્ષિણ આફ્રિકામાં છે. જોધપુર આઈઆઈટીના પુર્વ પ્રોફેસર રીયો એમા જેનના અભ્યાસ પ્રમાણે ભારતમાં કોરોનાનો વૃદ્ધિદર ગંભીર પરિસ્થિતિ તરફ ઈશારો કરી રહી છે. સામાન્ય રીતે આરોગ્ય નિષ્ણાંતો મહામારી ખતરનાક સ્તરે હોવાનું કરી રહી છે.

અમેરિકા તથા બ્રાઝીલમાં અમુક અંશે આવા સંકેત મળ્યા છે પરંતુ ભારતમાં હજુ મહામારી સૌથી ઉંચા સ્તરે પહોંચ્યાના નિર્દેશ નથી. અત્યારની સ્થિતિમાં સૌથી વધુ કેસ હજુ અમેરિકામાં જ નોંધાય રહ્યા છે જયારે સૌથી વધુ મોત બ્રાઝીલમાં થાય છે. તેઓએ કહ્યું કે પાંચ-પાંચ દિવસન આંકડાકીય માહિતીના આદારે ગણીતજ્ઞ મોડલથી વૃદ્ધિદરનું વિશ્ર્લેષણ કરવામાં આવી રહ્યું છે.

નિષ્ણાંતોના કહેવા પ્રમાણે કોરોનાનો ટેસ્ટમાં પોઝીટીવ રેટ 9.34 ટકા છે. 21 દિવસમાં દર્દીઓની સંખ્યા ડબલ થઈ રહી છે છતાં પાટનગર દિલ્હીમાં નવા કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દેશના 35માંથી 27 રાજયોમાં 1000થી વધુ કેસ છે. એકમાત્ર મણીપુરમાં હજુ સુધી કોઈ મોત નોંધાયુ નથી.


Related News

Loading...
Advertisement