સુશાંતસિંહ આત્મહત્યામાં શાહરૂખ, આમીર અને સલમાનને નિશાન બનાવતા સુબ્રમણ્યમ સ્વામી

11 July 2020 02:15 PM
Entertainment India
  • સુશાંતસિંહ આત્મહત્યામાં શાહરૂખ, આમીર અને સલમાનને નિશાન બનાવતા સુબ્રમણ્યમ સ્વામી

બોલીવૂડના ત્રણ ‘ખાન’ની ભારત અને દુબઇની મિલ્કતોની તપાસ કરાવો : ભાજપ સાંસદ: ખાન ત્રિપુટીના બંગલા કોને ભેટ કર્યા છે ? કેવી રીતે ખરીદાયા છે ? : સીધો પ્રશ્ન: સીબીઆઈ તપાસ માટે ગ્રાઉન્ડ તૈયાર કરવા સ્વામીએ ધારાશાસ્ત્રી મિત્રને જણાવ્યું

નવી દિલ્હી,તા. 11
ભાજપના વરિષ્ઠ સાંસદ તથા જાણીતા કાનૂની અને બંધારણીય નિષ્ણાંત સુબ્રમણ્યમ સ્વામીએ બોલીવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાની સીબીઆઈ તપાસની તરફેણ કરતાં બોલીવૂડના ત્રણ ખાનને નિશાન બનાવતા કહ્યું હતું કે આમીર, સલમાન અને શાહરુખ ખાનની ભારત તથા ખાસ કરીને દુબઇમાં રહેલી મિલ્કતોની તપાસ કરવી જોઇએ. તેઓને કોણે આ બંગલા અને પ્રોપર્ટી ભેટમાં આપ્યા છે કે કઇ રીતે ખરીદ્યા છે.

બોલીવૂડમાં જે સીન્ડીકેટ ચાલે છે તેની પણ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર તથા સીબીઆઈ અને આવકવેરા ખાતાની સંયુક્ત સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ મારફત તપાસ થવી જોઇએ. લાંબા સમયથી ચાલી રહેલાં સુશાંતસિંહ આત્મહત્યા વિવાદમાં પ્રથમ વખત ડો. સ્વામીએ બેધડક નિવેદન કર્યાં છે. મુંબઈ પોલીસ બોલીવૂડના અનેક લોકોના નિવેદન લઇ રહી છે તે વચ્ચે સ્વામીએ ધારાશાસ્ત્રી તથા રાજકીય વિશ્ર્લેષક અને અર્થશાસ્ત્રી ઇસકરણસિંહ ભંડારીને આ બાબતની તપાસ કરવા જણાવ્યું છે અને એ સમગ્ર પ્રકરણમાં સીબીઆઈ તપાસ શક્ય છે કે કેમ તે પણ તારણ કાઢવા જણાવ્યું છે.

હાલ ધારાશાસ્ત્રી ભંડારી વિવિધ કાનૂની અને બંધારણીય કલમોને આધારે આ કેસ બને છે કે કેમ તે જોશે. ડો.સ્વામીએ ટવીટ કરતાં કહ્યું કે જે ત્રણ કલાકારો છે તેને સુશાંતસિંહ રાજપૂતને મૂંગો રહેવા અને આત્મહત્યા કરવા ફરજ પાડી હતી કે કે કેમ તે અંગે પણ તપાસ થવી જોઇએ. સુશાંતે ગત તા. 14 જૂનના રોજ પોતાના ફલેટમાં આત્મહત્યા કરી હતી અને ત્યારથી આ વિવાદ ચાલી રહ્યો છે. મુંબઈ પોલીસની તપાસમાં હજુ કોઇ નિષ્કર્ષ નીકળ્યું નથી પણ ડો. સ્વામીએ હવે ત્રણ ટોચના અભિનેતાઓને નિશાન બનાવતા સમગ્ર પ્રકરણે ગંભીર વળાંક લીધો છે.

ડો. સ્વામીએ કહ્યું કે જો આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે તો હું રાજપૂતનો કેસ લડવા તૈયાર છું અને એકપણ પૈસાની ફી વગર અમે આ કેસ લડશું. તેમણે કહ્યું કે ગઠબંધન છતાં સુશાંત બોલીવૂડમાં સારુ કામ કરી રહ્યો હતો તેમ છતાં તેને જે રીતે આત્મહત્યા કરવી પડે તે પણ તપાસાવું જોઇએ. ડો. સ્વામીએ કહ્યું કે જો કે સીબીઆઈ તપાસ માટે રાજપૂતના કુટુંબની મંજુરી જરુરી છે.


Related News

Loading...
Advertisement