રિવર્સ સ્વિંગ માટે એન્ડરસન સૌથી બેસ્ટ : સચિન તેંડુલકર

11 July 2020 12:48 PM
India Sports World
  • રિવર્સ સ્વિંગ માટે એન્ડરસન સૌથી બેસ્ટ : સચિન તેંડુલકર

નવી દિલ્હી : સચિન તેંડુલકરનું કહેવું છે આજના સમયમાં રિવર્સ સ્વિંગ માટે ઇંગ્લેન્ડ પેસર જેમ્સ એન્ડરસન સૌથી બેસ્ટ છે. સચિને કહ્યું કે જિમી એન્ડરસન કદાચ પહેલો એવો બોલર હશે જે રિવર્સ સ્વિંગને પણ રિવર્સમાં નાંખે છે. મેં છેલ્લા કેટલાક સમયમાં જોયું છે કે એન્ડરસન બોલને આઉટ-સ્વિંગર તરીકે હોલ્ડ પર રાખે છે એ જ સમયે બોલને ફરીથી પોતાના તાબામાં રાખવાનો પ્રયાસ પણ કરે છે.

સામાન્ય રીતે બેટસમેન રિસ્ટની પોઝીશન જોતા હોય છે અને એ જ વાતનો તે ફાયદો ઉપાડે છે. તમને લાગે કે તે ઇનર-સ્વિંગ બોલીંગ નાખી રહ્યો છે પણ તે અલગ પ્રકારની બોલીંગ નાખીને બેટસમેનને હેરાન કરી મૂકે છે. તેના આઉટ-સ્વિંગરને કારણે બોલ પીચ પર તમને ચકમો આપીને બહાર નીકળી જાય છે અને એ જ વાત મારા માટે નવી છે.

અત્યાર સુધી આવુ કોઇએ નથી કર્યુ અને હવે તો સ્ટુઅર્ટ બ્રોડ પણ આવુ કરતો થઇ ગયો છે. જો કે એન્ડરસને તો લાંબા સમય પહેલા જ આવા કરતબ શરૂ કરી દીધા હતા માટે હું તેને રિવર્સ-સ્વિંગનો સૌથી બેસ્ટ પ્લેયર ગણુ છું.


Related News

Loading...
Advertisement