ચીની પથ્થરબાજોનો સામનો કરવા ભારતીય જવાનોને અપાશે સુરક્ષા કવચ

11 July 2020 12:28 PM
India World
  • ચીની પથ્થરબાજોનો સામનો કરવા ભારતીય જવાનોને અપાશે સુરક્ષા કવચ

કાશ્મીરની તર્જ પર ચીનના પથ્થરબાજો સામે ઉકેલ કાઢવામાં આવ્યો : ગલવાન ખીણની અથડામણ બાદ લેવાયો નિર્ણય: આ ફુલ બોડી પ્રોટેકટરની વિશેષતા છે તે પથ્થર સહીત આગથી પણ સુરક્ષા આપે છે

નવી દિલ્હી તા.11
લદાખની ગલ્વાન ખીણમાં ચીની સૈનિકોએ 15મી જૂને ભારતીય જવાનો પર પત્થરો અને કાંટાળા તારવાળા ડંડાથી હુમલો કર્યો હતો ત્યારે આવા હુમલાથી બચવા આઈટીબીપીના જવાનોને ખાસ રક્ષા કવર આપવામાં આવશે, આવા રક્ષા કવચનો કાશ્મીરમાં પથ્થરમારાથી બચવા જવાનો માટે થતો હતો.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ લદાખની ગલ્વાન ખીણમાં ચીની સેનાએ ભારતીય જવાનો પર કાંટાળા તાર વાળા ડંડાથી હુમલો કર્યો હતો.

જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા, અનેક જવાનો ઘાયલ થયા હતા. સેનાના જવાનોને હવે આવા હુમલાથી બચાવવા આઈટીબીપીના જવાનોને ફુલ બોડી પ્રોટેકટર આપવામાં આવશે. સેનાની સાથે આઈટીબીપી જ એલએસી પર પેટ્રોલીંગ કરે છે.

કાશ્મીર ખીણના જવાનોની જેમ હવે જયારે ચીની બોર્ડર પર પણ પથ્થરબાજીની ઘટના થઈ છે તો સરકારે તેનો સામનો કરવા માટે ઉકેલ પણ કાશ્મીરવાળો જ કાઢયો છે. લાઈમ ઓફ એકચ્યુલ કંટ્રોલ (એલએસી) પર તૈનાત જવાનોને હવે સુરક્ષાત્મક કવચ આપવામાં આવશે. કાશ્મીર ખીણમાં પથ્થરબાજીથી બચવા જવાનો જેવા કવચ પહેરે છે તેવા આ કવચ હશે.

લદાખમાં તૈનાત આઈટીબીપીના જવાનોને આ કવચ આપવાનો નિર્ણય લદાખની ગલવાલન ખીણમાં ચીની સૈનિકો દ્વારા દગાથી થયેલા હુમલા બાદ લેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે બોર્ડર પર બન્ને દેશોની સેનાઓ સંધીના કારણે હથિયારનો ઉપયોગ નથી કરતી. આ સ્થિતિમાં અમે 15મી જૂન જ રોગ ભારતીય જવાનો પર પથ્થરો અને કાંટાળા તારવાળા ડંડાથી હુમલો કર્યો હતો, જેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા.

આ ફુલ બોડી પ્રોટેકટરની ખાસીયતો વિષે જાણીએ તો સૌ પ્રથમ આ ફુલ બોડી પ્રોટેકટર સૌથી પહેલા જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફના જવાનોને પથ્થરબાજોથી બચવા અપાયા હતા. આ ફુલ બોડી પ્રોટેકટર કેરોસીન, પેટ્રોલ, ડીઝલ વગેરેથી લાગેલી આગથી બચાવે છે તેનું કુલ વજન 6 કિલો હોય છે. તેમાં છાતીનું રક્ષા કરતું પ્રોટેકટર, ખભાના પંડ, ઉપરી બાજુના ગાર્ડે, કોણી, કાંડાની સાથે-સાથે નીચલી બોડીને પણ બચાવવાનો સામાન હોય છે.

આઈટીબીપએ હાલમાં આવા પાંચ હજાર પ્રોટેકટર ખરીદયા હતા. પરંતુ હાલની હાલત જોતા આ બોડી પ્રોટેકટર પુરતા નથી. હાલના સમયે લદાખ, ઉતરાખંડ, સિકકીમ અને અરુણાચલ પ્રદેશના ચીન સાથે સંલગ્ન બોર્ડર પર આઈટીબીપીની 60 કંપનીઓ તૈનાત થશે, ત્યારે આ બોડી પ્રોટેકટરની જરૂર પડશે.


Related News

Loading...
Advertisement