ગુજરાતમાં ફરી આંશિક લોકડાઉન! ચીફ સેક્રેટરીની બેઠકમાં ચર્ચા

11 July 2020 11:11 AM
Ahmedabad Gujarat Rajkot
  • ગુજરાતમાં ફરી આંશિક લોકડાઉન! ચીફ સેક્રેટરીની બેઠકમાં ચર્ચા

અનલોક 1 તથા ટુ બાદ વધેલા સંક્રમણથી રાજય સરકાર ફરી એકશનમાં: 19 જીલ્લાના કલેકટર- ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્ય સચિવ અનિલ મુકીમની વિડીયો કોન્ફરન્સ બેઠક: માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ નિયમ જળવાતા નહી હોવાની ફરિયાદ

રાજકોટ: ગુજરાતમાં એક તબકકે કોરોના અંકુશમાં છે તેવા ખ્યાલ સાથે જે રીતે અનલોક-વન તથા ટુમાં વ્યાપક છૂટછાટ બાદ જે રીતે કોરોના સંક્રમણના કેસ વધતા જાય છે તેનાથી ફરી એક વખત આકરા પગલા તોળાઈ રહ્યા છે. એક તરફ કોરોનાનો ડર હવે સર્વવ્યાપી બની ગયો છે. કોઈ સલામત નથી તે ચિંતા સૌને સતાવે છે પણ તેની સાથે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક જેવા સરળ-નિયમોનું પણ થતું નથી અને તેથી જ ગઈકાલે રાજયના મુખ્ય સચિવ અનિલ મુકીમે 19 જીલ્લામાં જયાં કોરોના સંક્રમણના કેસ વધ્યા છે તેના જીલ્લા કલેકટર તથા જીલ્લા વિકાસ અધિકારી અને અન્ય ઉચ્ચ અધિકારીઓની સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજીને અનલોકમાં પણ જે નિયમો આપવાના છે તેવા કડક અમલનો આદેશ આવ્યો છે. મુખ્ય સચિવે દરેક જીલ્લા કલેકટર પાસેથી તેમના ક્ષેત્રની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

જો કે તંત્રએ હાલની સ્થિતિ માયે લોકોને જ જવાબદાર ગણાતા લોકો માસ્ક પહેરતા નથી અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવતા નથી તેવી ફરિયાદ કરી માસ્ક માટેનો હાલનો દંડ રૂા.200થી વધારીને રૂા.1000 સુધી કરવાની ભલામણ કરી હતી તો કેટલાક અધિકારીઓએ આર્થિક કે નિશ્ર્ચિત ક્ષેત્રનું લોકડાઉન પણ જરૂરી હોવાનું મંતવ્ય વ્યક્ત કરીને તંત્ર કઈ બાજુ વિચારે છે તે પણ સંકેત આપી દીધો હતો.

જો કે મુખ્ય સચિવે આ અંગે મોન રહેવાનું પસંદ કર્યુ છે. તમામ અધિકારીઓને દરેક વિસ્તારમાં તકેદારી વધારવા લોકો માસ્ક સોશ્યલ ડીસ્ટન્સ સહિતના ઉપાયોનો અમલ કરે તેવી સ્થિતિ ઉભી કરવા હવે સંભવિત કોરોના દર્દીઓ માયે આરોગ્ય સેતુ એપ. ડાઉનલોડ કરાવીને તેઓને નજર હેઠળ રાખવાની સૂચના આપી હતી.

આ બેઠકમાં જે જીલ્લામાં કેસ વધતા જાય છે ત્યાં કોરોના દર્દીઓ માટેની સુવિધાની પણ સમીક્ષા કરી હતી અને આ સ્થિતિ પર સતત નજર રાખવા માયે ખાસ તાકીદ કરી હતી. આ બેઠકમાં કોરોના માટે ખાસ નિયુક્ત કરાયેલા મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, સચિવ શ્રી જયપ્રકાશ શિવહરે પણ જોડાયા હતા તથા ચીફ સચિવે કોરોના સાથે કામ લેવા તમામ અધિકારીઓને ખાસ તાકીદ કરી હતી.

માસ્કનો દંડ વધારવાની દરખાસ્ત નથી પરંતુ વધુ આકરા નિયમો આવી શકે: નાયબ મુખ્યમંત્રી
ગઈકાલે રાજયના મુખ્ય સચિવ સાથેની ચર્ચામાં રાજયમાં લોકો માસ્ક પહેરવાનું હજું ટાળે છે અને સોશ્યલ ડીસ્ટન્સ જળવાતા નથી તેવી ફરિયાદ થઈ હતી આ અંગે અનેક અધિકારીઓએ માસ્ક માટેનો દંડ રૂા.200થી વધારીને રૂા.1000 સુધી કરવા ભલામણ કરી છે.
Race for Gujarat CM's post: Nitin Patel may replace Anandiben ...
જો કે આ અંગે એક વાતચીતમાં રાજયના મુખ્યમંત્રી નિતીન પટેલે તુર્તજ સ્પષ્ટતા કરી હતી કે માસ્કનો દંડ વધારવાની કોઈ દરખાસ્ત નથી અને અમો તે દિશામાં પણ વિચારતા નથી પણ પટેલે સંકેત આપ્યો કે સરકાર સ્થિતિની સમીક્ષા કરી રહી છે અને જરૂર પડે કેટલાક નિયમો વધુ આકરા બનાવી તેનો અમલ પણ કડક બનાવવા સરકાર વિચારશે. આમ ગુજરાત હવે કોરોનાનો મુકાબલો કરવામાં નવા નિયમો હેઠળ ફરી જઈ રહ્યું છે તે નિશ્ચિત બન્યું છે.


Related News

Loading...
Advertisement