તોડ કાંડમાં અમદાવાદના મહિલા પીએસઆઇ શ્વેતા જાડેજા સસ્પેન્ડ

10 July 2020 08:02 PM
Ahmedabad Gujarat
  • તોડ કાંડમાં અમદાવાદના મહિલા પીએસઆઇ શ્વેતા જાડેજા સસ્પેન્ડ

લાંચમાં લેવાયેલા 20 લાખ હજુ સુધી પોલીસે રિકવર કર્યા નથી

અમદાવાદ:
રેપ કેસ તોડ કાંડમાં અમદાવાદના મહિલા પીએસઆઇ શ્વેતા જાડેજાને સસ્પેન્ડ કરાયા છે. આરોપી PSI શ્વેતા જાડેજાને ગુનો નોંધાયા અને ધરપકડના 7 દિવસ બાદ ક્રાઈમ બ્રાન્ચના DCP દીપન ભદ્રને સસ્પેન્ડ કર્યા છે. જોકે લાંચમાં લેવાયેલા 20 લાખ હજુ સુધી પોલીસે રિકવર કર્યા નથી.

શ્વેતા જાડેજા સેટેલાઈટમાં આવેલા મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં હતા. ફરજ દરમિયાન બળાત્કાર કેસના આરોપી GSP ક્રોપ સાયન્સના MD કેનાલ શાહ પાસેથી રૂ.35 લાખની લાંચ માગ્યાનો આરોપ છે. જોકે તેમાંથી 20 લાખ લાંચ પેટે લીધાનું હાલ સામે આવ્યું છે. જે મામલે 3 જુલાઈના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ખંડણીની ફરિયાદ નોંધાઇ હતી.


Related News

Loading...
Advertisement