ચીનને મોટો આંચકો, ચીનનું સેટેલાઇટ લોન્ચ રોકેટ કુઇઝૌઉ-11 અધવચ્ચે જ ફેલ

10 July 2020 07:04 PM
World
  • ચીનને મોટો આંચકો, ચીનનું સેટેલાઇટ લોન્ચ રોકેટ કુઇઝૌઉ-11 અધવચ્ચે જ ફેલ

બેઇજિંગ : અવકાશ તકનીકીની દુનિયામાં રાજ કરવાના સપના જોતા ચીનને શુક્રવારે મોટો ઝટકો લાગ્યો છે. ચીનનું સૌથી મોટું ઈંધણ રોકેટ કુઇઝૌઉ -11 ઉત્તર પશ્ચિમ ચીનના ઝીક્સુઆન સેટેલાઇટ લોન્ચ સેન્ટરમાં નિષ્ફળ ગયું છે. આ ઉપગ્રહ શુક્રવારે સ્થાનિક સમય મુજબ બપોરે 12:17 વાગ્યે નિષ્ફળ ગયુ હતું.

ચીનના અધિકારીઓએ જણાવ્યું હતું કે સેટેલાઇટ નિષ્ફળ જવા પાછળના કારણની તપાસ ચાલી રહી છે. ઓછા ખર્ચમાં અવકાશમાં ઉપગ્રહો મોકલવા માટે ચીને આ સેટેલાઇટ ડીઝાઇન કાર્ય હતું. ચીન દાવો કરે છે કે આ ખૂબ જ વિશ્વસનીય રોકેટ છે, પરંતુ આ ઘટનાથી તેના દાવાની હવા નીકળી ગઈ છે. આ રોકેટ લગભગ 70.8 ટન વજનનું પેલોડ વહન કરવામાં સક્ષમ છે.


Related News

Loading...
Advertisement