હવે આપ દુબઇનો પ્રવાસ કરી શકશો

10 July 2020 06:43 PM
World
  • હવે આપ દુબઇનો પ્રવાસ કરી શકશો

ચાર મહિનાના અંતરાલ બાદ દુબઇમાં પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર ખુલ્યા

દુબઇ તા. 10
કોરોના મહામારીના કારણે દુબઇનાં આંતર રાષ્ટ્રીય પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો તે હવે ચાર મહિનાના અંતરાલ બાદ હટાવી આંતર રાષ્ટ્રીય પ્રવાસીઓને પ્રવેશ માટે છૂટ આપી છે.
દુબઇ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ પર મંગળવારે લગભગ ર0 આંતર રાષ્ટ્રીય ફલાઇટો પહોંચી હતી. દુબઇ સરકારે આશા વ્યકત કરી હતી કે મહામારી વિરુધ્ધના પ્રયત્નોમાં સુધારા સાથે પ્રવાસન ઉધોગ પણ ધીમે ધીમે શરૂ થશે.
સરકારે વધુમાં જણાવ્યું હતું કે પ્રવાસીઓએ બોર્ડીંગથી લઇને અમીરાતમાં પ્રવેશ સુધીના નિયમોનું પાલન કરવું પડશે.સ
આ ઉપરાંત દુબઇએ ઓધોગિક એકમો પર લગાવેલા પ્રતિબંધોમાં પણ છુટ આપીછે. તો જાહેર સ્થળો-વ્યાપાર કેન્દ્રો-બગીચાઓ ખોલી નાખવામા આવ્યા છે. જોકે ચહેરા પર માસ્ક અને હાથ મોજા પહેરી સામાજિક અંતર ફરજિયાત રાખવું પડશે. જાહેર સ્થળોએ વ્યકિતનું શારીરિક તાપમાન અને સેનેટાઇઝર કરવા પર પણ ધ્યાન અપાશે.


Related News

Loading...
Advertisement