હવે હાઈવે પર રેપીડ ટેસ્ટ: 9 પોઝીટીવ મળ્યા

10 July 2020 06:38 PM
Rajkot
  • હવે હાઈવે પર રેપીડ ટેસ્ટ: 9 પોઝીટીવ મળ્યા

સુરતથી પલાયન શરૂ થતા ટોલનાકા પર ચેકીંગ શરૂ

રાજકોટ: ગુજરાતમાં કોરોનાના સતત વધતા જતા કેસ સંદર્ભમાં હવે રાજય સરકારે સુરતમાંથી જ રીતે હવે ફરી મોટાપાટે માઈગ્રેશન શરુ થયુ છે અને કોરોનાગ્રસ્ત ક્ષેત્રમાંથી લોકો હવે સૌરાષ્ટ્ર ભણી આવી રહ્યા છે. તેમાં કોરોનાના સંભવિત કેસને શોધવા માટે સરકારે સુરતથી સૌરાષ્ટ્ર ભણી આવતા હાઈવે પર રેપીડ ટેસ્ટનો પ્રારંભ કર્યો છે. આરોગ્ય વિભાગની ટીમ હાઈવે પર પોલીસ સાથે ગોઠવાઈ ગઈ છે અને ટોલનાકા પર પણ આ રીતે આરોગ્યની ટીમો ઉતારાઈ છે અને તેમાં રેન્ડમ ટેસ્ટીંગ શરુ થયુ છે. ખાસ કરીને વૃદ્ધ લોકો ઉપરાંત જેઓના બોડી ટેમ્પરેચર વધુ હોય કે શરદી તથા તેવા પ્રાથમીક લક્ષણો હોય તેનું ટેસ્ટીંગ પર થયું છે અને ફકત ચાર કલાકમાં જ 92 લોકોના ટેસ્ટ થતા તેમાં 9 લોકો પોઝીટીવ આવતા તેના લક્ષણોના આધારે હોસ્પીટલ કે હોમ આઈસોલેશનમાં મોકલી આપવામાં આવ્યા છે. અમદાવાદમાં પણ એન્ટ્રીનાકા પર આ રીતે ટેસ્ટ થયા છે અને આ પ્રકારે કોરોનાના ફરતા કેરીયર કે દર્દીઓને શોધવાની કામગીરી પ્રથમ વખત શરુ થઈ છે.


Related News

Loading...
Advertisement