કર્ણાટકમાં સીએમ આવાસ સુધી કોરોના પહોંચ્યો: મુખ્યમંત્રી યેદુરપ્પાનું વર્ક-ફ્રોમ-હોમ

10 July 2020 06:17 PM
India
  • કર્ણાટકમાં સીએમ આવાસ સુધી કોરોના પહોંચ્યો: મુખ્યમંત્રી યેદુરપ્પાનું વર્ક-ફ્રોમ-હોમ

આવાસ કમ ઓફીસના કેટલાક કર્મચારીઓ સંક્રમીત

બેંગ્લોર: દેશમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણમાં હવે કર્ણાટકમાં મુખ્યમંત્રી બી.એસ.યેદુરપ્પાના સ્ટાફના કેટલાક કર્મચારીઓ કોરોના પોઝીટીવ જાહેર થતા યેદુરપ્પાએ સાવધાની ખાતર પોતે વર્ક ફ્રોમ હોમ કરવાનો નિર્ણય લીધો છે. શ્રી યેદુરપ્પાએ કહ્યું કે મારા આવાસ કમ ઓફીસમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ પોઝીટીવ જાહેર થયા છે તેથી એ સાવચેતી ખાતર હવે મારા ઘરમાં જ રહીને સતાવાર કામકાજ કરવા નિર્ણય લીધો છે અને તેમના પણ કોરોના ટેસ્ટ થશે. હજું થોડા દિવસ પુર્વે જ શ્રી યેદુરપ્પાના સતાવાર આવાસને સેનીટાઈઝ કરવામાં આવ્યું હતું. જો કે સીએમઓમાં ફરજ બજાવતા કેટલા કર્મચારીઓને પોઝીટીવ થયા છે તે જાહેર થયું નથી.


Related News

Loading...
Advertisement