ગેરૈયા કોલેજનાં કોવીડ કેર સેન્ટરમાં વધુ 100 બેડની ક્ષમતા વધારાઇ

10 July 2020 06:16 PM
Rajkot
  • ગેરૈયા કોલેજનાં કોવીડ કેર સેન્ટરમાં વધુ 100 બેડની ક્ષમતા વધારાઇ

70માંથી 170 બેડની વ્યવસ્થા કરાઇ : સંક્રમણ સતત વધતા જિલ્લા તંત્રનો નિર્ણય

રાજકોટ તા.10
રાજકોટમાં કોરોનાના વધતા જતા સંક્રમણને ઘ્યાને રાખી ઠેર-ઠેર કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવેલ છે અને 900 બેડનું વધુ એક કોવીડ કેર સેન્ટર સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે જિલ્લા તંત્ર દ્વારા શરૂ થનાર છે. ત્યારે જિલ્લા તંત્રએ રાજકોટમાં હાલ કાર્યરત એક કોવીડ કેર સેન્ટર ખાતે બેડની વ્યવસ્થા વધારવા નિર્ણય કર્યો છે.
આ અંગે રાજકોટ સીટી-2 પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના જણાવ્યા મુજબ ગયા સોમવારથી કાળીપાટ ખાતે આવેલ ગેરૈયા કોલેજ ખાતે કોવીડ કેર સેન્ટર શરૂ કરાયું છે. જયાં બેઠક ક્ષમતા વધારવામાં આવી છે. આ સેન્ટરમાં હવે 70માંથી 170 બેડની ક્ષમતા કરાઇ છે અને 100 બેડ વધારાયા છે. હાલમાં આ સન્ટરમાં હળવા લક્ષણો ધરાવતા 65 દર્દીઓ દાખલ છે.


Related News

Loading...
Advertisement