ઘૂપ છાંવ ભર્યા માહોલમાં વરસાદના ઝાપટા બપોરે બફારામાં રાહત, વાતાવરણમાં ઠંડક

10 July 2020 05:54 PM
Rajkot Saurashtra
  • ઘૂપ છાંવ ભર્યા માહોલમાં વરસાદના ઝાપટા બપોરે બફારામાં રાહત, વાતાવરણમાં ઠંડક

બપોરે હવામાં ભેજ વધતા હજુ હળવા ભારે વરસાદની સંભાવના

રાજકોટ તા.10 : સૌરાષ્ટ્રભરની સાથે આજે રાજકોટ શહેરમાં હવામાનમાં બદલાવ સાથે બપોરે હળવો વરસ્યા બાદ આકાશમાં વરસાદની જમાવટ જોવા મળી હતી. બપોરે હળવો વરસાદ વરસતા ગરમી-બફારામાં રાહત અનુભવાઇ હતી.

રાજકોટ શહેરમાં આજે સવારે લઘુતમ તાપમાન 25.7 સાથે હવામાં ભેજનુ પ્રમાણ 83 ટકા અને પવનની ગતી સરેરાશ 15 કિ.મી. નોંધાઇ હતી. બપોરે મહતમ તાપમાન 28.5 ડીગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ 88 ટકા અને પવનની ગતિ 16 કિ.મી. નોંધાઇ હતી.

આજે સવારે આકાશ સ્વચ્છ રહયા બાદ બપોરે વાતાવરણમાં બદલાવ સાથે હળવો વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી. હજુ પણ હવામાં ભેજના પ્રમાણમાં વધારા સાથે આકાશમાં વરસાદી વાદળોની જમાવટ જોતા આજે રાત્રીના કોઇક કોઇક સ્થળે હળવો ભારે વરસાદ વરસવાની સંભાવના છે.


Related News

Loading...
Advertisement