વિદ્યાર્થીઓ-વાલીઓના હિતમાં કોંગ્રેસની રજૂઆત માન્ય રાખતી રાજય સરકાર

10 July 2020 05:47 PM
Ahmedabad Gujarat
  • વિદ્યાર્થીઓ-વાલીઓના હિતમાં કોંગ્રેસની રજૂઆત માન્ય રાખતી રાજય સરકાર

કાર્યવાહી કરવા મુખ્યમંત્રી દ્વારા શિક્ષણ વિભાગના સચિવને આદેશ અપાયો છે : રાજપૂત

રાજકોટ તા.10
રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ મંત્રી મહેશભાઇ રાજપૂતની યાદી જણાવે છે કે તેઓએ ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી રાજયના શિક્ષણમંત્રી અને રાજયના શિક્ષણ સચિવને રજૂઆત કરી હતી.

જેમાં કોરોનાની મહામારી કાબુમાં ન આવે ત્યાં સુધી શાળાઓમાં નવુ શૈક્ષણિક સત્ર શરૂ નહી કરવા જણાવાયેલ હતું. આ ઉપરાંત આ લોકડાઉનમાં આર્થિક સ્થિતિઓ પર ગંભીર અઇર થઇ હોવાથી શિક્ષણના હિતમાં આર્થિક કારણોસર વિદ્યાર્થીઓને ડ્રોપ આઉટ અટકાવવા અપીલ તથા શાળા કોલેજમાં પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે અથવા છ માસની ફી સરકાર ભોગવે તે રીતે માફ કરવા રજૂઆત કરેલ હતી.

શાળા કોલેજો શરૂ થાય ત્યારે સંપૂર્ણ પણે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાય તેમજ શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય તો બે શિફટમાં શૈક્ષણિક કાર્ય કરવામાં આવે અને રોજબરોજ શૈક્ષણિક સંસ્થાઓ, બિલ્ડીંગોમાં સંપૂર્ણપણે સેનીટાઇઝ કરવામાં આવે અને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ તમામ ગાઇડ લાઇન્સનો ચુસ્તપણે અમલ કરવા માંગ ઉઠાવી હતી.

રાજપૂતે જણાવ્યું કે જે તે શાળાઓ દ્વારા વાલીઓને પ્રેશરાઇઝડ કરી એડવાન્સ ફી વસુલવામાં આવે છે અને તે બાબતે અવાર-નવાર શિક્ષણ વિભાગના અધિકારીઓને રજુઆતો કરવામાં આવે છે પણ પેઢી ગયેલા અધિકારીઓ શાળાના સંચાલકોને નોટીસ આપી અને મન મનાવી લ્યે છે અને દંડની કે કોઇપણ કડક કાર્યવાહી ન થવાની બાબતો હોય ત્યારે આ તમામ બાબતો પ્રત્યે સરકારમાં મહેશભાઇ રાજપૂત દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. આ રજૂઆતને યોગ્ય ગણી જરૂરી કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી દ્વારા શિક્ષણ વિભાગના સચિવને આદેશ અપાયો છે. તેમ મહેશભાઇ રાજપુતે જણાયું છે.


Related News

Loading...
Advertisement