હાઇકોર્ટના કર્મચારીને કોરોના પોઝીટીવ આવતા ત્રણ દિવસ બંધ રહેલી કામગીરીના ઘેરા પડઘા

10 July 2020 05:45 PM
Ahmedabad Gujarat
  • હાઇકોર્ટના કર્મચારીને કોરોના પોઝીટીવ આવતા ત્રણ દિવસ બંધ રહેલી કામગીરીના ઘેરા પડઘા

પોલીસ, હોસ્પિટલ સ્ટાફ અને સફાઇ કર્મચારીઓમાં અનેક કોરોના સંક્રમિત થયા છતા કામગીરી બંધ નથી

રાજકોટ તા.10
ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રી વિભાગના 6 વ્યકિતને કોરોના પોઝીટીવ આવતા ત્રણ દિવસ સમગ્ર હાઇકોર્ટ સજ્જડ બંધ કરી દેવામાં આવી હતી.
ગુજરાત હાઇકોર્ટ હજારો વારમાં આવેલી છે. અસંખ્ય કર્મચારીઓ છે. હાલ હાઇકોર્ટ બંધ છે. માત્ર આભાસી કોર્ટોમાં અરજન્ટ મેટર ચાલે છે અને પાંચ દશ કર્મચારી કામગીરી માટે હાઇકોર્ટમાં આવે છે. સમગ્ર ગુજરાતમાં દરેક કચેરીઓ ખુલી ગયેલી છે. લાખો પોલીસ, સફાઇ કામદારો, હોસ્પિટલ સ્ટાફ, ડોકટરો અન્ય કર્મચારીઓ ફાયર બ્રિગેડના મ્યુની. કોર્પો. કલેકટર કચેરીના સ્ટાફ ફરજ બજાવે છે. ટ્રેન, પ્લેન, બસ સેવા શરૂ થયેલ છે. આ તમામ લોકો કોરોના મહામારીના ભય નીચે ફરજ બજાવે છે.

ગુજરાતની તમામ અદાલતોમાં ન્યાયધીશ અને જરૂરી સ્ટાફ કાર્ય કરી રહ્યા છે. માત્ર જન વ્યવહારમાં કોર્ટો, બાગ બગીચા, મોલ, સિનેમા, સિવાય તમામ ખુલી ગયેલ છે. અનેક કચેરીમાં કર્મચારીઓને કોર્ટમાં ન્યાયધીશોને કોરોના પોઝીટીવ આવેલ છે પરંતુ કાર્ય બંધ થયેલ નથી. પોલીસ સફાઇ કામદારો, હોસ્પિટલ સ્ટાફ, ફાયર બ્રિગેડ વગેરે અનેક એસેનસીયલ કર્મચારી કોરોના પોઝીટીવ આવવા છતાં ફરજ બજાવે છે. હાઇકોર્ટની જેમ ઉપરની કચેરી બંધ થાય તો ગુજરાતમાં અફડા તફડી મચી જાય તેમ છે.

હાઇકોર્ટના નિર્ણય સરાહનીય છે અને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યો તે સારી સાવચેતી છે. પરંતુ ભવિષ્યમાં આવનારા દિવસોમાં હાઇકોર્ટ દ્વારા આવા કર્મચારીના કિસ્સામાં યોગ્ય નિર્ણય કરી સાવચેતીના પગલા ભરી હાઇકોર્ટ શરૂ રાખે તે જરૂરી છે. સુપ્રિમ કોર્ટમાં કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવેલ છે છતાં કાર્યવાહી શરૂ રાખેલ હતી. હાઇકોર્ટના પગલાની અસર સમગ્ર ગુજરાતની અદાલતો, કચેરીઓમાં પડે તેમ છે તે પણ ઘ્યાને લઇ યોગ્ય નિર્ણય હાઇકોર્ટ દ્વારા કરવામાં આવે તેવી બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલે અપીલ કરી છે.


Related News

Loading...
Advertisement