કૃષિ વિભાગના પદો પર ભરતી કરવા વિદ્યાર્થી એકતા સમિતિ દ્વારા ગીર સોમનાથ કલેકટરને રજુઆત

10 July 2020 05:40 PM
Veraval Gujarat
  • કૃષિ વિભાગના પદો પર ભરતી કરવા વિદ્યાર્થી એકતા સમિતિ દ્વારા ગીર સોમનાથ કલેકટરને રજુઆત

વેરાવળ તા.10
રાજ્યમાં કૃષિ ડિપ્લોમાં બી.આર.એસ, બી.એસ.સી એગ્રીકલ્ચર જેવા તમામ કૃષિ વિષયક અભ્યાસક્રમોને રોજગારી આપતી જુદી-જુદી ભરતીઓ જેવી કે ગ્રામસેવક, ખેતી મદદનીશ, એગ્રીકલ્ચર ઓફીસર, જમીન વિકાસ નિગમની ફિલ્ડ સુપરવાઇઝર, ફિલ્ડ આસિસ્ટન્ટ, મદદનીશ નિયામક, જમીન સંરક્ષણ અધિકારી, બાગાયત વિભાગમાં બાગાયત સુપરવાઇઝર, બાગાયત આસિસ્ટન્ટ જેવી અનેક કૃષિ વિભાગ અંતર્ગત આવતા પદોની જગ્યાઓ પર લાંબા સમયથી ભરતીઓ ન થઇ હોવાના લીધે કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે વ્હેલીતકે કૃષિ વિભાગના પદો પર ભરતી કરવા માટે કૃષિ વિદ્યાર્થી એકતા સમિતિએ ગીર સોમનાથ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગણી કરેલ છે.

કૃષિ વિધાર્થી સમિતિના ભાવેશ સોલંકી, નયન બારૈયા, દિપક ઝાલા સહિતના વિધાર્થીઓએ આવેદનપત્રમાં જણાવેલ કે, રાજયમાં લાંબા સમયથી કૃષિ વિભાગમાં ભરતીઓ ન થતા કૃષિનો અભ્યાસ કરી ચૂકેલા અને વર્તમાન કરતા વિદ્યાર્થીઓમાં રાજ્ય સરકારની કાર્યશેલી અંગે નારાજગી અને આક્રોશ ઉદ્દભવેલ જોવા મળી રહ્યો છે. કૃષિ વિભાગની ભરતીઓ ન કરી રાજ્ય સરકાર કૃષિના વિધાર્થીઓ અને ખેડૂતોને અન્યાય કરી રહી છે. રાજ્યમાં 16-17 ના વર્ષમાં ગ્રામસેવકની ભરતી કરાયેલ તેનું વેઇટીંગ લિસ્ટ હજુ પણ ઓપરેટ કરાયેલ નથી ત્યારબાદ છેલ્લા ચાર વર્ષથી કૃષિના જુદા-જુદા પદો માટેની ભરતી પરીક્ષાની તૈયારી કરી રાહ જોતા વિદ્યાર્થીઓની અસમંજસ દૂર કરવા રાજ્ય સરકારે હજુ સુધી ક્યારેય ભરતી અંગે કોઇ સ્પષ્ટતા કે જાહેરાત પણ કરી નથી.


Related News

Loading...
Advertisement