શાપર અને ધોરાજીમાંથી પાનની દુકાને વિદેશી સિગારેટ મળી આવતાં ગુન્હો નોંધાયો

10 July 2020 05:38 PM
Dhoraji Rajkot Saurashtra
  • શાપર અને ધોરાજીમાંથી પાનની દુકાને વિદેશી સિગારેટ મળી આવતાં ગુન્હો નોંધાયો

રૂા.3,440ની સિગારેટ કબજે : ધંધાર્થી ગોંડલનાં ભાવેશ બાવાજી અને ધોરાજીનાં અલ્તાફ જાલીયાવાલાની ધરપકડ કરવા તજવીજ

રાજકોટ તા. 10
શાપર અને ધોરાજીમાં પાનનાં ધંધાર્થીને ત્યાં દરોડો પાડી વિદેશી સિગારેટનો જથ્થો પોલીસે પકડી ધંધાર્થીની કોવીડ ટેસ્ટ કરાયા બાદ ધરપકડ કરાશે. દુકાનમાંથી પોલીસે રૂ.3440ની વિદેશી સીગારેટ કબજે કરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શાપર-વેરાવળમાં બસ સ્ટેશન પાસે કાજલ પાન એન્ડ કોલ્ડ્રીંસ નામની દુકાનમાંથી રૂરલ એસઓજીનાં એએસઆઇ ઉપેન્દ્રસિંહ જાડેજા સહિતનાં સ્ટાફે દરોડા પાડી રૂ.રર40ની વિદેશી સિગારેટ મળી આવી હતી. દુકાનદાર ભાવેશ રામપ્રસાદ નિમાવત (બાવાજી) (રહે. ગોંડલ ગ્રીન સીટી બ્લોક-44) સામે ગુન્હો નોંધ્યો હતો.

જયારે અન્ય બનાવમાં ધોરાજીનાં ત્રણ દરવાજા પાસે ચુનારા રોડ કસ્ટ ક્ધઝયુમર સ્ટોર નામની દુકાનમાં રાજકોટ રૂરલ એસઓજીનાં એએસઆઇ વિજયભાઇ ચાવડા સહિતનાં સ્ટાફે દરોડો પાડી રૂ.1200નાં ત્રણ સિગારેટનાં પેકેટ કબજે કરી દુકાનદાર અલ્તાફ ગફારભાઇ જાલીયાવાળા (રહે. ધોરાજી દાણાવાળા ચોક ગુલશને રઝા એપાર્ટમેન્ટ) સામે ગુન્હો નોંધ્યો હતો.

રાજકોટ રૂરલ એસઓજીએ પાડેલા બંને દરોડામાં કબજે કરાયેલ વિદેશી સિગારેટમાં આરોગ્ય વિષયક કોઇ ચિત્રો કે ચેતવણી રૂપ શબ્દો દોરેલા નહોતા. આ બનાવ અંગે પોલીસે બંને પાનના ધંધાર્થી વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement