બજરંગવાડીમાં દારૂ ઢીંચી આવેલા જેઠે ભાઈની પત્નિને ઢોર માર માર્યો

10 July 2020 05:36 PM
Rajkot Saurashtra
  • બજરંગવાડીમાં દારૂ ઢીંચી આવેલા જેઠે ભાઈની પત્નિને ઢોર માર માર્યો

મારકુટમાં અફસાનાબેનને પેટમાં પાટુ લાગી જતા હોસ્પીટલમાં દાખલ

રાજકોટ તા.10
શહેરનાં બજરંગવાડી વિસ્તારમાં દારૂ ઢીંચી આવેલા જેઠે તેના નાનાભાઈના પત્નિને ઢોર માર માર્યો હતો.ઝપાઝપીમાં તેણીને પેટના ભાગે પાટુ લાગી જતા તુરંત રાજકોટ સિવીલ હોસ્પીટલમાં ખાતે ખસેડાઈ હતી.

બજરંગવાડી શેરી નં.15 માં રહેતી અફસાનાબેન મુનાવરખાન બ્લોચ ઉ.વ.25 ગઈકાલે સાંજે પોતાના ઘરની ડેલી પાસે બેસી શાકભાજી સુધારતા હતા ત્યારે દારૂ પીને આવેલા તેના જેઠ દિલાવરખાન બ્લોચે પ્રથમ ગાળો આપી મારપીટ કરી હતી અને ઝપાઝપીમાં અફસાનાબેનનાં પેટમાં લાત મારી હતી અને દેકારો થતા આસપાસના લોકો બહાર નીકળી આવ્યા હતા.

કોઈએ 100 નંબર પર ફોન કરતા પોલીસ પણ દોડી આવી હતી. અફસાનાબેનને પેટમાં સખત દુ:ખાવો થતા સિવીલ હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. તેમના પતિ મુનાવરખાને જણાવ્યું હતું કે અગાઉ બન્ને પતિ-પત્નિના ઝઘડાથી તલાક થઈ ગયા હતા પરંતુ 7 વર્ષનો દિકરો હોવાથી બન્નેએ સમાધાન કરી ફરી નવા પરિવાર જીવનની શરૂઆત કરી હતી. જે મારા મોટાભાઈ દિલાવરભાઈને પસંદ ન હોય, અવારનવાર દારૂ પીને ઝઘડો કરતાં હોય છે પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement