અમુલે ગુજરાતમાં જનમય નામે ખાદ્યતેલની રેન્જ કરી લોન્ચ

10 July 2020 04:19 PM
Rajkot Gujarat
  • અમુલે ગુજરાતમાં જનમય નામે ખાદ્યતેલની રેન્જ કરી લોન્ચ

તેલીબિયાનું ઉત્પાદન કરતાં ખેડૂતોને સ્થિર અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવો ઉદેશ

રાજકોટ તા.10
અમુક બ્રાન્ડ હેઠળ દુધ અને ડેરી પ્રોડકટનું વેચાણ કરતી ગુજરાત કોર્પોરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (જીસીએમએમએફ)એ ગુજરાતમાં ‘જનમય’ નામથી ખાદ્ય તેલોનું લોન્ચીંગ કર્યુ છે. ગુજરાતનાં તેલીબિયાનું ઉત્પાદન કરતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવો મુખ્ય ઉદેશ હોવાનું કંપનીએ જણાવ્યું હતું.

ગુજરાતમાં તેલીબીયાનું ઉત્પાદન કરતાં ખેડૂતોને સ્થિર અને પોષણક્ષમ ભાવ મળી રહે અને ખાદ્યતેલમાં આત્મનિર્ભર બનવાની સાથે નરેન્દ્ર મોદીની કલ્પના સાર્થક થાય તે માટે જનમય બ્રાન્ડ હેઠળ ખાદ્યતેલોની રેન્જ લોન્ચ કરવામાં આવી છે. તેવું અમૂલનાં એમડી આર.એસ.સોઢીએ જણાવ્યું હતું. આ ઉપરાંત વર્ષ 1990માં ધારા બ્રાન્ડ હેઠળ કંપનીને સરસવ અને અન્ય તેલનાં માર્કેટીંગનો અનુભવ છે.

વિશ્ર્વમાં ખાદ્યતેલની આયાત કરવામાં ભારત ટોચના ક્રમે છે અને દર વર્ષે ખાદ્યતેલની આયાત કરવા માટે 75,000 કરોડનો ખર્ચ કરે છે. હાલમાં ભારત ખાદ્યતેલની કુલ માંગના 75 ટકા આયાત કરે છે. 1990 દાયકામાં સ્થાનિક ઉત્પાદકો 90 ટકા આત્મનિર્ભર હોવા છતાં આયાત કરવામાં આવતી હતી.

પાલનપુરનાં બનાસકાંઠા જિલ્લામાં અમૂલનું કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર યુનિયન દરરોજ 200 ટન તેલીબીયાનું પ્રોસેસીંગ કરશે. આ વર્ષે ખેડૂતો પાસેથી સરસવ અને મગફળી ખરીદવામાં આવી છે અને આવનારી સીઝનમાં તેલીબીયા પણ ખરીદવામાં આવશે.

‘જનમય’ એટલે ‘નવજાત’ અથવા ‘તાજુ’ અને બ્રાન્ડનાં નામ પ્રમાણે 4 ખાદ્યતેલની રેન્જ એકદમ તાજી હશે. જનમય ખાદ્યતેલમાં મગફળીનું તેલ, કપાસીયા તેલ, સનફલાવર તેલ, સરસવ તેલ અને સોયાબીન તેલનો સમાવેશ થાય છે. આ તમામ તેલ 30,000 સ્ટોરમાં 1 લીટરનાં પાઉચમાં પ લીટરનાં જારમાં અને 1પ કિલોગ્રામ ટીનનાં ડબ્બામાં ઉપલબ્ધ થશે. ભારતમાં કુલ ખાદ્યતેલમાં મગફળી તેલ અને સરસવ તેલનો 25 ટકા હિસ્સો આવેલો હોય છે.

જીસીએમએમએફનાં 3.6 મિલિયન દૂધ ઉત્પાદકો ખેડૂત છે અને તેમાંથી મોટા ભાગનાં તેલીબીયા જેવા કે મગફળી, કપાસીયા, સરસવ વગેરેની ખેતી સાથે સંકળાયેલા છે. તેવુ અમુલનાં એમડીએ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement