ગુજરાતએ કોરોના પોઝીટીવમાં હવે 800 પ્લસ કેસ નોંધાવ્યા

10 July 2020 04:07 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતએ કોરોના પોઝીટીવમાં હવે 800 પ્લસ કેસ નોંધાવ્યા

ગુજરાત શું બીજું દિલ્હી કે મહારાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે : રાજયમાં સાત દિવસ સુધી 600 કે તેથી વધુ: પાંચ દિવસ સુધી 700 કે તેથી વધુ અને હવે 800નો આંકડો પાર થતા ચિંતા વધી: ઘટતા મૃત્યુ આંકડા પણ કોઈ કરામત હોવાનો ભય

રાજકોટ તા.10
ગુજરાતમાં અનલોક-વન પછી એક તરફ આર્થિક પરિસ્થિતિ થાળે પાડવા માટે પ્રયત્નો ચાલુ છે તો બીજી તરફ કોરોનાના સતત વધી રહેલા કેસથી ચિંતા પણ વધી છે. રાજયમાં લોકડાઉન સમયે રોજના 300થી500 કેસ નોંધાતા હતા અને ગુજરાત એ દિલ્હી કે મહારાષ્ટ્ર નહી બને તેવી આશા રખાતી હતી. પરંતુ લોકડાઉન ઉઠી ગયા બાદ જે રીતે ડેઈલી કેસમાં વધારો નોંધાવા લાગ્યો છે અને 500થી ઉપર ગયા બાદ સાત દિવસ સુધી 600 કે તેથી વધુ અને પાંચ દિવસ સુધી 700 કે તેથી વધુ કેસ નોંધાયા બાદ ગઈકાલે 861 કેસ નોંધાતા રાજય સરકારની ઉંઘ હરામ થઈ ગઈ છે તો બીજીબાજુ રાજયમાં મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે અને તે પણ સરકાર ફકત કોરોનાને કારણે થતા જ મૃત્યુ દર્શાવે છે.

કોરોના તથા અન્ય રોગ જેમકે બીપી, ડાયાબીટીક, હાયપર ટેન્શન, કેન્સર કે હૃદયની અગાઉથી તકલીફ હોય અને તેઓ કોરોનાથી મૃત્યુ પામે તો સરકાર તે આંકડો અલગ કરી નાંખતી હોવાનું માનવામાં આવે છે તો અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી 200 કે તેથી ઓછા કેસ નોંધાયા છે તો સુરત પ્રથમ વખત ગઈકાલે 307 કેસ નોંધાવીને આગળ વધવા લાગ્યું છે અને તેમાં મહત્વનું એ છે કે અમદાવાદની જેમ સુરત શહેરની બહારના વિસ્તારોમાં 95 નવા કેસ નોંધાયા છે. આમ એક સમયે અમદાવાદ જીલ્લાની જે હાલત હતી તે સુરતની થવા લાગી છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, ભાવનગર અને જામનગર આ તમામ જીલ્લાઓ પણ ચિંતા કરવા લાગ્યા છે અને હવે તેમાં મહેસાણા પણ ઉમેરાયુ છે.


Related News

Loading...
Advertisement