નાગરિકતા વિરોધી તોફાનોમાં લુંટની કલમ દૂર કરવા હાઈકોર્ટનો ઈન્કાર

10 July 2020 03:14 PM
Ahmedabad Gujarat
  • નાગરિકતા વિરોધી તોફાનોમાં લુંટની કલમ દૂર કરવા હાઈકોર્ટનો ઈન્કાર

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે રાજયમાં નાગરિકતા વિરોધી આંદોલન સમયે જે હિંસા તથા તોડફોડ થઈ હતી. તેના આરોપીઓ સામેની લુંટ સહિતની જે ભારતીય ફોજદારી ધારાની કલમ 395 લગાવાઈ છે તે દૂર કરવાનો ઈન્કાર કર્યો હતો.

બનાસકાંઠામાં ગત ડિસેમ્બરમાં છાપી સહિતના વિસ્તારોમાં નાગરિકતા વિરોધી જે દેખાવો થયા હતા તેમાં સતીશ વાઘેલા અને અન્ય આરોપીઓએ માર્ગો પર ચકકાજામ કરતા સમયે એસટીની બસો અને ખાનગી વાહનો રોકીને તેની ચાવીઓ કાઢીને માર્ગ પર જ તે રહે તેવો પ્રયાસ કર્યો હતો.

પોલીસે ચાર્જશીટમાં આ કૃત્યને ડેકોઈટી લુટની કલમ હેઠળ મુકયુ છે અને એસટીબસની લુટ ચલાવવા પ્રયાસ કર્યો તેવો આરોપ મુકયો છે જેને પડકારવામાં આવ્યું છે. ન્યાયમૂર્તિ ગીતા ગાંધીએ આ કેસમાં લુંટની કલમ દૂર કરવા ઈન્કાર કર્યો હતો.


Related News

Loading...
Advertisement