કોરોના સામે ઇન્શ્યોરન્સ લેનારી પહેલી ફિલ્મ બની શકે છે તાપસીની લુટ લપેટા

10 July 2020 02:11 PM
Entertainment India
  • કોરોના સામે ઇન્શ્યોરન્સ લેનારી પહેલી ફિલ્મ બની શકે છે તાપસીની લુટ લપેટા

મુંબઇ
(આઇ.એ.એન.એસ.) તાપસી પન્નુની લુટ લપેટા હવે કોરોનાને કવર કરનારી પહેલી ફિલ્મ બની શકે છે. આ દિશામાં ફિલ્મમેકર્સ અતુલ કસ્બેકર અને તનુજ ગર્ગ લીગલ એકસપર્ટ સાથે ચર્ચા કરી રહયા છે. આ ફિલ્મ જર્મનીની રન લોલા રન ની હિન્દી રીમેક છે.સ આ ફિલ્મમાં તાહિર રાજ ભસીન પણ જોવા મળશે. ફિલ્મના ઇન્શ્યોરન્સ વિશે અતુલ કસ્બેકરે કહયું હતું કે અમે લીગલ એકસપર્ટ આનંદ દેસાઇ સાથે આ સંદર્ભે ચર્ચા કરી રહયા છીએ. કોવિડ-19, એકિસડન્ટ ઇન્શ્યોરન્સની જેમ કવર કરી શકે છે કે નહીં એ વિશે માહિતી મેળવી રહયા છીએ.

અત્યાર સુધી ફિલ્મોનાં શેડયુલ દરમ્યાન એકટરની બીમારી અને કુદરતની આફતને કવર કરવા સુધી સીમિત હતી. કોરોના આપણા માટે નવું જ છે. અમે હજી સુધી એની ડીટેલ્સ મેળવી રહયા છીએ. ઉદાહરણ તરીકે જો કોઇ ક્રૂ-મેમ્બર પોઝિટિવ મળી આવ્યો તો પૂરી ટીમને કવોરન્ટીન કરવી પડી શકે છે. એ કેસમાં તો પ્રોડયુસર્સને જ નુકસાન ઉઠાવવું પડી શકે છે. હજી આ દિશામાં ઘણાંબધાં જમા પાસાં છે. સાથે જ ફિલ્મના પર ઓછી સંખ્યામાં લોકોને બોલાવવામાં આવશે.

ફિલ્મમેકર્સને કેટલાક લોકો પર વિશ્ર્વાસ હોય છે. એવું પણ બની શકે છે કે ફિલ્મના શૂટિંગ દરમ્યાન જો ડિરેકટરને પોઝિટિવ ટેસ્ટ આવી તો શૂટિંગ અટકાવવું પડે છે. જયાં સુધી તે રિવર ન થાય ત્યાં સુધી અથવા તો બીજું કોઇ રિપ્લેસમેન્ટ ન મળે ત્યાં સુધી કેવી રીતે કામ થઇ શકે છે? આ બધા પોઇન્ટસ પર ચર્ચા કરવામાં આવી રહી છે. તનુજ અને હું ઇન્શ્યોરન્સના ડ્રાફટ પર ચર્ચા કરી રહયા છીએ. આશા રાખીએ છીએ કે જલદી જ આનો ઉકેલ નીકળે.


Related News

Loading...
Advertisement