સરકારી કર્મચારીને હવે ફીકસ પગાર: નવુ પે કમીશન નહી રચાય

10 July 2020 02:11 PM
Government India
  • સરકારી કર્મચારીને હવે ફીકસ પગાર: નવુ પે કમીશન નહી રચાય

સરકારી નોકરી પણ હવે ખાનગી જેવી જ પર્ફોમન્સ આધારિત બનશે: હાલ જમાઈ જેવા બની ગયેલા સરકારી બાબુઓ માટે હવે અચ્છે દિનનો સમય ગયો: કામ અને ક્ષમતા આધારિત જ વેતન: ફીકસ પગારમાં રોટી અને કપડાની જરૂરિયાત પછી ફુગાવા આધારિત વધારાનું ભથ્થુ મળશે: આપોઆપ મળતા ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશન ભૂતકાળ બની જશે

નવી દિલ્હી તા.10
કેન્દ્રની મોદી સરકાર દ્વારા કોરોનાકાળમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થા સ્થગીત કરાયા છે પરંતુ હવે સરકાર આગામી સમયમાં કોઈ નવુ પગારપંચ નિયુક્ત કરે તેવી શકયતા પણ નથી. સાતમા પગારપંચ એ કર્મચારીઓ માટે છેલ્લુ પગારપંચ બની જશે અને હવે સરકાર કેન્દ્ર સરકારની નોકરીઓમાં ફીકસ પગાર તથા ભથ્થાઓ અને તે પણ પર્ફોમન્સ આધારીત એક નવી સીસ્ટમ બનાવીને નકકી કરવામાં આવશે.

જેને નઆઈક્રોન્ડ ફોર્મ્યુલાથ તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં સરકારી કર્મચારીઓના પગારને હાલ જે ફુગાવા સાથે જોડાયેલા મોંઘવારી ભથ્થા અને ચોકકસ ઈન્ક્રીમેન્ટ તથા બઢતી સમયે સ્કેલમાં ફેરફાર આ તમામ રીતે લાભો આપે છે અને કર્મચારીઓના પર્ફોમન્સને ભાગ્યે જ મહત્વ અપાય છે તથા કોઈપણ કર્મચારી એક વખત સરકારી નોકરીમાં દાખલ થયા બાદ તે આપોઆપ પગારવધારો અને બઢતી મેળવે તેવી સીસ્ટમ અમલી છે.

પરંતુ મોદી સરકાર તેનો ધડમૂળથી ફેરફાર કરવા જઈ રહી છે. નઆઈક્રોન ફોર્મ્યુલાથ કે જે પ્રાથમીક રીતે રોટી અને કપડાની ચિંતા થાય છે અને ત્યારબાદની તમામ જરૂરિયાતોને જે તે ફુગાવા સાથે સાંકડી લેવાય છે. સાતમા પગારપંચની ભલામણોમાં સરકારે અગાઉ જ કેન્દ્રીય કર્મચારી માટે લઘુતમ રૂા.18000નો પગાર કર્યો છે જે અગાઉ 7000 હતો. પરંતુ નવી ફોર્મ્યુલા મુજબ સરકાર હવે એક ફીકસ પગાર ધોરણ નકકી કરશે અને તેને કર્મચારીઓના પર્ફોમન્સ સાથે જોડી દેવાશે.

પ્રમોશન સહિતની વ્યવસ્થા પણ પર્ફોમન્સ આધારીત હશે અને કોઈ કર્મચારી પોતાના પર્ફોમન્સ સિવાય બઢતી મેળવી શકશે નહી. ઉપરાંત સરકાર પર્ફોમન્સ નહી ધરાવતા કર્મચારીઓને નોકરીમાંથી રૂખસદ આપવાની જે ખાસ વ્યવસ્થા છે તેને પણ વ્યાપક બનાવશે. આમ સરકારી નોકરી પણ હવે ખાનગી કંપ્ની જેવી જ સતત કામ માંગી લેતી અને કામગીરીને આધારીત જ નોકરીની સલામતી નિશ્ચિત કરાશે.


Related News

Loading...
Advertisement