નીતુ કપૂરના બર્થ-ડેમાં આલિયા ભટ્ટ રહી ગેરહાજર?

10 July 2020 01:03 PM
Entertainment India
  • નીતુ કપૂરના બર્થ-ડેમાં આલિયા ભટ્ટ રહી ગેરહાજર?

મુંબઇ
નીતુ કપૂરના બર્થ-ડે સેલિબ્રેશનમાં ફેમીલી તો હતી, પરંતુ આલિયા ભટ્ટ દેખાઇ નહીં. જો કે તે હાજર હતી કે નહીં એ વિશે જાણકારી નથી. પરંતુ ફોટોમાં તે દેખાઇ નથી રહી. નાનકડા એ સેલિબ્રેશનમાં રણબીર કપૂર, રિઘ્ધિમાં કપૂર સાહની, રીમા જૂન અને કરણ જોહર દેખાય છે.

પરિવાર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને નીતુ કપૂરે કેપ્શન આપી હતી કે સારા રિલેશન્સની સાથે હું સૌથી ધનવાન વ્યકિત છું. આપણને પ્રેમ, સપોર્ટ સ્ટ્રેન્ગથ આપણા પ્રિયજનો પાસેથી મળે છે. એથી હું આજે પોતાને ખૂબ સંપન્ન માનુ છું.


Related News

Loading...
Advertisement