અંતે RMC એકશનમાં : રાજકોટમાં ખેતલા આપા, મોમાઈ, શક્તિ સહિત ચા ની છ હોટેલને લાગ્યા સીલ

10 July 2020 01:48 AM
Rajkot
  • અંતે RMC એકશનમાં : રાજકોટમાં ખેતલા આપા, મોમાઈ, શક્તિ સહિત ચા ની છ હોટેલને લાગ્યા સીલ
  • અંતે RMC એકશનમાં : રાજકોટમાં ખેતલા આપા, મોમાઈ, શક્તિ સહિત ચા ની છ હોટેલને લાગ્યા સીલ
  • અંતે RMC એકશનમાં : રાજકોટમાં ખેતલા આપા, મોમાઈ, શક્તિ સહિત ચા ની છ હોટેલને લાગ્યા સીલ

ખેતલા આપા ટી સ્ટોલ,મોમાઈ હોટલ, રાધે હોટલ, કિસ્મત હોટલ, ખોડિયાર હોટલ અને શક્તિ હોટલ ત્રણ દિવસ માટે સીલ કરાઈ : ટેક અવે નું પાલન ન થતું

રાજકોટઃ
શહેરમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. પોઝિટિવ કેસ બમણી રફતારથી વધી રહ્યા છે. એવામાં રાજકોટ મહાનગરપાલિકાની ચિંતા પણ બમણી થઈ છે. અનલોક બાદ કેસોની સંખ્યા વધવા પાછળ લોકો બેદરકારી સામે આવી રહી છે. મુખ્યત્વે ચાની હોટલો અને પાનની દુકાનો પર ભીડ એકત્ર થતી હોવાનું ધ્યાને આવતા મનપા તંત્રએ ચાની હોટલો સામે લાલ આંખ કરી છે. ટોળાં એકત્ર થતા રાજકોટમાં છ ચાની હોટેલને ત્રણ દિવસ માટે સીલ લગાવી દેવાયા છે.

'ટેક અવે' ના નિયમનું પાલન ન કરાતા અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા તંત્રએ ફૂલછાબ ચોકમાં આવેલ ખોડિયાર હોટલ અને હનુમાન મઢી ખાતે આવેલ કિસ્મત હોટેલ, ખેતલા આપા ટી સ્ટોલ, મોમાઈ હોટલ, રાધે હોટલ અને શક્તિ હોટલ સામે આકરી કાર્યવાહી છે.

તા. 8 ના રોજ (1) શક્તિ ટી શોપ (સંત કબીર રોડની પાસે, (2) ભાવનગર રોડ), ગાત્રાડ પાન & ટી સ્ટોલ (માર્કેટિંગ યાર્ડ મેઈન રોડ) દુકાનો સીલ કરવામાં આવી હતી અને ચુનારવા ચોક પાસેની ચા ની દુકાનોએથી દબાણ હટાવ કરવામાં આવ્યું હતું.

આજે તા. 9 ના રોજ (1) ખેતલા આપા ટી સ્ટોલ (અમુલ સર્કલ, 80' ફૂટ રોડ), (2) રાધે હોટેલ (અટિકા ફાટક પાસે), (3) મોમાઈ હોટેલ (રૈયા ચોકડી), (4) કિસ્મત હોટેલ (હનુમાન મઢી, રૈયા રોડ), (5) ખોડિયાર હોટેલ (ફૂલછાબ ચોક) અને (6) શક્તિ હોટેલ (ડિલક્ષ ચોક, કુવાડવા રોડ) દુકાનો સીલ કરવામાં આવી હતી અને એક કાઉન્ટર ડિટેઇન કરવામાં આવેલ છે.


Related News

Loading...
Advertisement