દુબેની ધરપકડ કે ફીકસ સરેન્ડર? પ્રિયંકા ગાંધી- અખિલેશે ઉઠાવ્યા સવાલો

09 July 2020 04:56 PM
India Politics
  • દુબેની ધરપકડ કે ફીકસ સરેન્ડર? પ્રિયંકા ગાંધી- અખિલેશે ઉઠાવ્યા સવાલો

એન્કાઉન્ટરથી બચાવવા મધ્યપ્રદેશના ભાજપના એક નેતાના સહકારથી દુબેનું સરેન્ડર: દિગ્વીજયસિંહનો આક્ષેપ

ઉજજૈન તા.9
કાનપુર શૂટઆઉટના 6 દિવસ બાદ મુખ્ય આરોપી ઉજજૈનમાં મહાકાલ મંદિરેથી એકાએક નાટકીય રીતે ઝડપાઈ જતા તેની સામે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વીજયસિંહ ઉપરાંત શૂટ આઉટમાં શહીદ સીઓ દેવેન્દ્ર મિશ્રાના પરિવારજનો ઉપરાંત નેતા અખિલેશ યાદવે સવાલો ઉઠાવ્યા છે.

એક બાજુ પોલીસ આ ઘટનાને વિકાસ દુબેની ધરપકડ કરી રહી છે. જયારે સામે પક્ષે વિપક્ષો તેને ફિકસ સરેન્ડર કહી રહ્યા છે.

પ્રિયંકા ગાંધીએ ટિવટ કર્યું હતું કે એલર્ટ છતાં આરોપીનું ઉજજૈન પહોંચી જવુ માત્ર સુરક્ષાના દાવાની પોકળતા નથી ખુલ્લી પાડતું. બલ્કે મિલી ભગત તરફ ઈશારો કરે છે. પ્રિયંકાએ વધુમાં જણાવ્યું હતું કે યુપી સરકારે કેસની સીબીઆઈ તપાસકરાવી દરેક તથ્યો અને પ્રોટેકશનના સંબંધો જાહેર કરવા જોઈએ.
એસ.પી. અધ્યક્ષ અખિલેશ યાદવે કટાક્ષ કર્યો હતો કે સરકાર એ સ્પષ્ટ કરે કે આ આત્મ સમર્પણ હતું કે ધરપકડ?

કાનપુર શુટઆઉટમાં શહીદ થયેલ સીઓ દેવેન્દ્ર મિશ્રાના પરિવારજનોએ પણ વિકાસ દુબે નાટકીય ધરપકડ પર સવાલ ઉઠાવ્યા છે. સંબંધી કમલકાંતે જણાવ્યું હતું કે આ સુનિયોજીત રીતે આ આત્મ સમર્પણ કરાવાયુ છે. જયારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીગ્વીજયસિંહે ભાજપના મધ્યપ્રદેશના એક વરિષ્ઠ નેતા સહકારથી આ શકય બન્યું છે. ઉતરપ્રદેશ પોલીસના એન્કાઉન્ટરથી બચવા આ પુર્વ આયોજીત સરન્ડર લાગી રહ્યું છે.


Related News

Loading...
Advertisement