વધુ એક ટીવી અને ફિલ્મ અભિનેતા સુશીલ ગૌડાએ આત્મહત્યા કરી

09 July 2020 04:06 PM
Entertainment
  • વધુ એક ટીવી અને ફિલ્મ અભિનેતા સુશીલ ગૌડાએ આત્મહત્યા કરી

હજુ સુશાંતના આપઘાતની સમાચારની કળ વળી નથી ત્યાં... : સુશીલના આપઘાતનું કારણ અકબંધ: તેણે ટીવી શો ‘અંતપૂરા’માં કામ કરેલું

મુંબઈ તા.9
બોલીવુડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના આપઘાતના સમાચારની કળ વળી નથી ત્યાં વધુ એક ટીવી અને ફિલ્મના અભિનેતા સુશીલ ગૌડાએ કર્ણાટકના મંડયામાં પોતાના હોમ ટાઉનમાં ગળાફાંસો ખાઈને મોતને વહાલુ કરતા ટીવી-ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ટીવી અભિનેતા સુશીલ ગૌડાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો પરંતુ હજુ સુધી એ નથી જાણી શકાયું કે અભિનેતાએ શા માટે આપઘાત કર્યો હતો. સુશીલ ગૌડાએ ટીવી શો ‘અંતપુરા’માં કામ કર્યું હતું. દક્ષિણની ફિલ્મોમાં પણ પગ જમાવવાનો પ્રયત્ન કરતો હતો.

તે ‘સળગા’ ફિલ્મથી મોટા પરદે ડેબ્યુ કરવા જઈ રહ્યો હતો. આ ફિલ્મમાં તે પોલીસ કર્મચારીની ભૂમિકા ભજવનાર હતો. સુશીલ અભિનેતા હોવાની સાથે સાથે ફિટનેસ ટ્રેનર પણ હતો. સુશીલના મોત પર દુ:ખ વ્યક્ત કરતા એકટર વિજયે સોશ્યલ મીડીયામાં લખ્યું હતું કે જયારે મેં તેને પ્રથમ વખત જોયો હતો ત્યારે તે મને અનેક હીરો જેવો લાગ્યો હતો. ફિલ્મ રિલીઝ થયા પહેલા જ તે આપણને છોડીને ચાલ્યો ગયો.


Related News

Loading...
Advertisement