હાશ! હવામાં વાયરસથી દરેકને જોખમ નહીં!

09 July 2020 10:55 AM
India World
  • હાશ! હવામાં વાયરસથી દરેકને જોખમ નહીં!

હવામાં અસ્થિર રીતે રહી શકે છે વાયરસ, તેનાથી ડરવાની જરૂર નથી: વૈજ્ઞાનિકોનો દાવો

નવી દિલ્હી તા.9
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (હુ) એ મંગળવારે કોરોના વાયરસ હવાથી પણ ફેલાતો હોવાની વાતને કબુલી હતી. જેને લઈને લોકોમાં ચિંતા વધી ગઈ હતી. જો કે ભારતીય વિશ્લેષકોનું જણાવ્યા મુજબ, આ વાયરસ હવામાં અસ્થાયી રીતે જીવીત રહી શકે છે. પરંતુ તે દરેક જગ્યાએ ફેલાઈ શકતાં નથી અને દરેકને સંક્રમીત પણ કરી શકતો નથી.

સીએસઆઈઆર-સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિકયુલર બાયોલોજી (સીસીએમબી) ના નિર્દેશક રાકેશ મિશ્રાના જણાવ્યા મુજબ, અત્યાર સુધીના દાવાથી માલુમ પડયુ છે કે વાયરસ પાંચ માઈક્રોનથી પણ નાના આકારના ડ્રોપલેટસ (ઝીણાં ટીપા)નાં રૂપે હવામાં અહીં તહીં જઈ શકે છે અને મોટા ટીપાનાં રૂપે તે થોડી મીનીટો જ હવામાં રહી શકે છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે જયારે કોઈ વ્યક્તિ બોલે છે અથવા શ્વાસ લે છે ત્યારે અમુક ડ્રોપલેટસ હવામાં ફેલાય છે તેથી લોકો લાંબા સમય સુધી માસ્ક પહેરે તે જરૂરી છે.

ડો. મિશ્રાના જણાવ્યા મુજબ, અમુક સંશોધનોને બાદ કરતાં દિશા-નિર્દેશોમાં કોઈ મોટો બદલાવ કરવાની જરૂર નથી. તેનાથી ડરવાની પણ જરૂર નથી. અર્થ માત્ર એટલો જ છે કે લોકોએ લાંબા સમય સુધી માસ્ક પહેરી રાખવું જોઈએ તથા વાયરસથી બચવા માટે સોશ્યલ ડિસ્યન્સ જેવી તકેદારીઓ રાખવી જોઈએ.
સીએસઆઈઆરના ડીજી શેખર માંડેના જણાવ્યા મુજબ, જયારે આપણે બોલીએ છીએ ત્યારે 5 માઈક્રોન સુધીનાં ટીપા નીકળે છે અને તે હવામાં જીવીત રહી શકે છે. તેવામાં ભીડવાળા વિસ્તારોમાં એક સંક્રમીત વ્યક્તિ અનેક લોકોને સંક્રમીત કરી શકે છે.

હવામાં સંક્રમણના ફેલાવાને લઈને લોકોમાં અનેક પ્રકારની આશંકાઓ જોવા મળે છે. જેમકે, એક પરિવારના તમામ લોકો સંક્રમીત કેમ નથી થતા? જેના માટે અનેક કારણો જવાબદાર હોય શકે છે. શકય છે કે તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય અથવા સામાજીક અંતરના નિયમો અને અન્ય તકેદારીઓથી આ વાયરસ તેમના સુધી પહોંચ્યો જ ન હોય. 2 ગજની દૂરીનો સિદ્ધાંત મહત્વનો છે. પરંતુ આ સાથે માસ્ક પહેરવું પણ એટલું જ જરૂરી છે.

ગત રવિવારે 32 દેશોનાં 239 વૈજ્ઞાનિકોએ હુ ને પત્ર લખીને હવા દ્વારા સંક્રમણ ફેલાય શકે છે તેવો દાવો કર્યો હતો. વૈજ્ઞાનિકોએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને આ અંગેના પુરાવાઓ આપીને દિશા-નિર્દેશોમાં ફેરફાર કરવાની માંગ કરી હતી. હુમાં કોવિડ-19 તકનીકી મામલાઓનાં પ્રમુખ બેનેડેટા અલેગ્રાંજીએ જણાવ્યું કે, તેમને જે પુરાવાઓ સોંપવામાં આવ્યા છે તેમના પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે વાયરસ હવા દ્વારા પણ ફેલાઈ રહ્યો છે. જાહેર જગ્યાઓ પર, ખાસ કરીને ભીડવાળી જગ્યાઓ પર, ઓછી હવા અને બંધ જગ્યાઓ પર હવા દ્વારા વાયરસ ફેલાવવાની આશંકાઓને નકારી ન શકાય. જો કે, આવા પુરાવાઓ એકત્ર કરવાની અને તેને સમજવાની જરૂર છે.

જાપાનના લિસેસ્ટર યુનિવર્સિટીનાં એક વાયરોલોજીસ્ટ ડોકટર જુલિયન ડબલ્યુ તાંગના જણાવ્યા મુજબ વાયરસ વધુ તાપમાન (તડકા)માં નષ્ટ થઈ જાય છે. તેથી ઘરની બહાર કોઈ સમારોહનું આયોજન કરવામાં આવે તે વધુ હિતાવહ છે.

સાવચેતીથી સંક્રમણનું જોખમ ઓછું
કોરોનાના સંક્રમણથી બચવા માટે જૂથથી અલગ પાર્કમાં ચાલવું અથવા દોડવું, પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમતી વખતે પણ છ ફૂટનું અંતર જાળવવું, સમુદ્ર તટો પર લોકોથી દૂર બેસવું, સોશ્યલ ડિસ્ટન્સ રાખી તરવું. વાળ કાપતી વખતે બંનેનું માસ્ક પહેરવું જરૂરી છે.

અનેક પ્રશ્નો હજુ પણ અનુત્તર
આ વાયરસનાં સંક્રમણને છ મહીના કરતાં વધારેનો સમય થયો હોવા છતાં તેને લઈને અમુક પ્રશ્નો આજે પણ અનુત્તર છે. જેમકે, અલગ અલગ લોકોમાં જોવા મળતાં અલગ અલગ લક્ષણો. એક જ ઘરમાં સંક્રમીત થયેલાં સભ્યોમાં અલગ-અલગ લક્ષણો જોવા મળ્યા છે. એક વરિષ્ઠ કોંગ્રેસના નેતાઓ સાથે પણ એવું જ થયું. તેમને શ્વાસ લેવાની તકલીફ, કમરનો દુ:ખાવો અથવા અન્ય કોઈ લક્ષણ ન હતા. જયારે તેમની પત્નીમાં લક્ષણો સ્પષ્ટ હતા તો બાળકોમાં નજીવા લક્ષણો જોવા મળ્યા હતા.

આ ઉપરાંત વધુ ગરમી તથા ભેજવાળા વાતાવરણમાં વાયરસના નષ્ટ થવાને લઈને હજુ સુધી કોઈ નિષ્કર્ષ આવ્યો નથી. મહાદ્વિપોમાં પણ અલગ અલગ જળવાયુ અને ઈકોસીસ્ટમની કોઈ અસર વાયરસ પર દેખાતી નથી. હુ સહિત તમામ સંસ્થાઓએ શરૂઆતમાં જણાવ્યું હતું કે વાયરસ ગરમીમાં નહીં ટકી શકે. પરંતુ હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ કબુલ્યુ છે કે આ સત્ય નથી.

આ બાબતો પર ધ્યાન આપવું
જયારે મોટી સભામાં ભાગ લેવાથી, મોટેથી વાત કરવાથી, ઘરમાં પાર્ટી કરવાથી, નાઈટ કલબ અને ઈ-ડોર રેસ્ટોરન્ટમાં માસ્ક વગર જવાથી સંક્રમણનું જોખમ વધે છે.


Related News

Loading...
Advertisement