રાજકોટ સિવિલમાં 24 કલાકમાં કોરોનાથી 13ના મોત: શહેરમાં આજે સવારે ફરી 12 નવા કેસ : દોડાદોડી

08 July 2020 11:16 AM
Rajkot Saurashtra
  • રાજકોટ સિવિલમાં 24 કલાકમાં કોરોનાથી 13ના મોત: શહેરમાં આજે સવારે ફરી 12 નવા કેસ : દોડાદોડી

સૌરાષ્ટ્રમાં કોરોના વાઈરસનું પણ રૌદ્ર સ્વરૂપ: વીંછીયાના વૃધ્ધે સવારે દમ તોડ્યો : ઝાલાવાડમાં પણ વધુ 16-રાજકોટ તાલુકા અને ધોરાજીમાં 1-1, ભાવનગરમાં ત્રણ નવા દર્દી

રાજકોટ,તા. 8
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કહેર બનીને વરસી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શહેરનાં ત્રણ સહિત જિલ્લા અને સૌરાષ્ટ્રના 13 વ્યક્તિના મૃત્યુનો પણ રેકોર્ડ થયો છે. તો આજે સવારે ફરી રાજકોટમાં કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ નવા 12 કેસ નોંધાયા છે.

રાજકોટની સરકારી હોસ્પિટલમાં ગઇકાલે રાત્રિ સુધીમાં 12 દર્દીનાં મૃત્યુ બાદ આજે સવારે વિંછીયામાં અમીનાબેન ઇકબાલભાઈ (ઉ.60)નું મૃત્યુ નિપજ્યું હતું. ગઇકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં 115 જેટલા પોઝીટીવ કેસ નોંધાયા હતાં જેમાં રાજકોટ શહેરના 33 સહિત જિલ્લામાં 42, ભાવનગરમાં 21, જૂનાગઢ-અમરેલી જિલ્લામાં 10-10, જામનગર-8, ગીર સોમનાથ-9, મોરબી જિલ્લાના 5 કેસ સામેલ છે. આજે સવારે ઝાલાવાડમાં 16 અને ભાવનગરમાં ત્રણ કેસ નોંધાયા છે.

રાજકોટમાં ગઇકાલે સવારે 27 કેસ નોંધાયા બાદ રાત્રે વધુ છ કેસ જાહેર થયા હતાં. નવા દર્દીઓમા ઇલાબેન ચાવડા (શાંતિનિકેતન પાર્ક, પરસાણાનગર શેરી નં. 16), હંસાબેન પ્રકાશભાઈ માંધ (પુષ્કરધામ-6, યુનિવર્સિટી રોડ), તેજલબેન ભાવિનભાઈ પાટડીયા (જાગનાથ પ્લોટ, ડો. યાજ્ઞિક રોડ), દિપકકુમાર ભૂપતરાય માથુકિયા (વર્ધમાનગર શેરી નં. 9, પેલેસ રોડ), પ્રકાશભાઈ લોઢીયા (2-જાગનાથ પ્લોટ,ડો.યાજ્ઞિક રોડ), બિપીનભાઈ પિત્રોડા (શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ) સામેલ છે. જ્યારે અમરબેન ઘુસાભાઈ હુંબલ (દીપ્તીનગર મેનિ રોડ,કોઠારીયા રોડ), રતનબેન કેશવલાલ દવે (દૂધસાગર રોડ, વીમા દવાખાના પાછળ) બાદ મોડીરાત્રે રામસિમરનભાઈ શુક્લ (શિવમ પાર્ક, રામાપીર ચોકડી નજીક) મળી કુલ ત્રણના મોતથયાં છે.

આ બાદ આજે સવારે મોરબી રોડ,કોઠારીયા રોડ અન્ે રાધાકૃષ્ણ સોસાયટી સહિતના વિસ્તારોમાં નવા 12 કેસ આવતા શહેરનો આંકડો 290 થયો છે. આ સિવાય રાજકોટ તાલુકા અને ધોરાજી તાલુકામાં બે કેસ નોંધાયાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભંડેરીએ કહ્યું હતું.

જામજોધપુર
જામજોધપુરમાં ગઇકાલે એક કોરોના પોઝીટીવ કેસ નંદનવન સોસાયટીમાં રહેતા દિલીપભાઈ જોશીને જાહેર થતાં તંત્ર દ્વારા જરુરી કાર્યવાહી કરવામાં આવી છે.

જામવાડીમાં દુકાનો બંધ
કાલાવડ તાલુકાનાં જામવાડી ગામમાં કોરોના કેસ આવતા ગ્રામ પંચાયત દ્વારા તકેદારીનાં પગલા રુપે આગામી 10 દિવસ સુધી દુકાનો બંધ રાખવા નિર્ણય કરાયો છે. સુરતથી વતન આવવા માંગતા હોય તેવા વ્યક્તિને જામવાડીમાં હોમ ક્વોરેન્ટાઈન કરવામાંઆવશે તેમજ જામવાડી ગામમાં લોકોને એકઠા થવું,કામ વગર બહાર બેસવું નહીં તેવો નિર્ણય યુવા સરપંચ તેમજ ઉપસરપંચ દ્વારા નિર્ણય લેવાયો છે.

કાલાવડ નવાગામ
જામનગરજિલ્લાનાં કાલાવડ તાલુકાનાં નવાગામમાં સુરતથી આવેલા વ્યક્તિને કોરોના-19નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. પિતા-પુત્ર સુરતથી નવાગામ આવ્યા હતાંતે પટેલ યુવકની ઉંમર 37 વર્ષ છે. જેનો રિપોર્ટ રવિવારે મોડી સાંજે પોઝીટીવ આવ્યો હતો. આથી આ દર્દીને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. દર્દીના ઘર તથા શેરી-ગલીને આરોગ્ય ટીમ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી લોકોની અવરજવર પર રોક મુકવામાં આવી છે,. ગ્રામ પંચાયત દ્વારા તકેદારીનાં ભાગરુપે આગામી સાત દિવસ સુધી માત્રને માત્ર દૂધ તથા દવાખાનું ખુલ્લા રાખવાનો આદેશ આપવામાં આવેલ છે તેવું નવાગામના યુવા સરપંચ સંજયભાઈ ચોવટીયાએ યાદીમાં જણાવાયું છે.

ઉના ગીરગઢડા
ઉના શહેરમાં 1 ગીરગઢડા તાલુકામાં 5 કોરોના પોઝીટીવ કેસ બહાર આવ્યા છે. ઉના ગીર ગઢડા શહેર અને તાલુકામાં કોરોા વાઈરસના કેસ વધી રહ્યા છે ત્યારે ઉના શહેરમાં વધુ એક યુવાનને કોરોના પોઝીટીવ આવેલ હતો. તેઓ દિવ ખાતે શાકભાજી વેચવા જતા હોવાનું જાણવા મળેલ છે તેમજ ગીરગઢડા તાલુકામાં 5 વ્યક્તિઓના રિપોર્ટ પોઝીટીવ આવેલ જેમાં જામવાળા ગામે આવેલ ત્રણ વ્યક્તિઓને પોઝીટીવ રિપોર્ટ આવેલ છે.

આ ત્રણેય વ્યક્તિઓ મુળ સુરતના હોય તેમજ ગીરગઢડામાં આવેલ એક વ્યક્તિ નવસારીથી આવેલ હતો. આ ઉપરાંત બોડીદર ગામનો સ્થાનિક વ્યક્તિને પણ કોરોના પોઝીટીવ કેસ આવતા તાલુકામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


Related News

Loading...
Advertisement