મોરબીના રમણીકભાઇ પિત્રોડાએ સારવાર દરમ્યાન રાજકોટ સિવિલમાં દમ તોડ્યો : કોરોનાથી એક દિવસમાં જિલ્લામાં બેના મોત

08 July 2020 12:54 AM
Morbi Saurashtra
  • મોરબીના રમણીકભાઇ પિત્રોડાએ સારવાર દરમ્યાન રાજકોટ સિવિલમાં દમ તોડ્યો : કોરોનાથી એક દિવસમાં જિલ્લામાં બેના મોત

મોરબી : મોરબીના નેહરુ ગેઇટ વિસ્તારમાં આવેલી સરગિયા શેરીમાં રહેતા ૫૫ વર્ષીય રમણિકભાઈ પ્રભુભાઈ પિત્રોડા નામના આધેડને કોરોના પોઝીટીવ આવ્યો હતો, જેથી તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલુ હતી.
તે દરમ્યાન તેમનું રાજકોટ ખાતે સારવારમાં મોત નિપજ્યુ છે. આ સાથે મોરબી જીલ્લામાં આજના દિવસમાં કોરોના પોઝિટિવ બીજા દર્દીનું મોત થયુ છે અને જીલ્લામાં આજ સુધીમાં ચાર કોરોના પોઝિટિવ દર્દીના મોત નોંધાયા છે.
આજે સવારે કબીર ટેકરીના ૭૫ વર્ષીય વૃધ્ધનું દુઃખદ અવસાન થયેલ.


Related News

Loading...
Advertisement