મહારાષ્ટ્રના સતારામાં તસ્કરો PPE કીટનો ઉપયોગ કરી 78 તોલા સોનુ ઉઠાવી ગયા

08 July 2020 12:42 AM
Gujarat
  • મહારાષ્ટ્રના સતારામાં તસ્કરો PPE કીટનો ઉપયોગ કરી 78 તોલા સોનુ ઉઠાવી ગયા
  • મહારાષ્ટ્રના સતારામાં તસ્કરો PPE કીટનો ઉપયોગ કરી 78 તોલા સોનુ ઉઠાવી ગયા

ચોર કેપ, માસ્ક, પ્લાસ્ટિક જેકેટ અને ગ્લવ્ઝ પહેરીને જ્વેલરી શોપમાં પ્રવેશ્યા હતા

રાજકોટઃ
દેશ સહિત દુનિયાભરમાં કોરોનાનો ડર વ્યાપેલો છે. લોકો કોરોનાથી બચવા માસ્ક, ગ્લોઝ પહેરે છે અને સેનિટાઈઝરનો ઉપયોગ કરે છે. આ સાથે તબીબી કે આરોગ્ય કર્મચારીઓ PPE કીટ પહેરે છે. પરંતુ મહારાષ્ટ્રના સતારામાં તસ્કરોએ PPE કીટનો ઉપયોગ ચોરી માટે કર્યો છે. આ કીટ પહેરી આવેલા તસ્કરો 78 તોલા સોનુ ચોરી ફરાર થઈ ગયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર મંગળવારના રોજ PPE કીટ પહેરેની આવેલા ચોરોએ સતારા જિલ્લાની એક જ્વેલરી શોપમાંથી હાથ સાફ કર્યા છે. તસ્કરો દીવાલ તોડી દુકાનમાં ઘુસ્યા હતા. દુકાનમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મળ્યા છે જેમાં જોવા મળી રહ્યું છે કે તસ્કરો શો કેસમાં રાખેલા ઘરેણાની ચોરી કરી રહ્યા છે. તેઓએ કેપ, માસ્ક, પ્લાસ્ટિક જેકેટ અને ગ્લવ્ઝ પહેરી રાખ્યા છે.

બે દિવસ પહેલાની આ ઘટના અંગે ફલટણ પોલીસ સ્ટેશનમાં દુકાન માલિકે કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં લખાયું છે તે મુજબ ચોર 78 તોલા એટલે કે 780 ગ્રામ સોનું ચોરી ભાગી ગયા છે.


Related News

Loading...
Advertisement